શું તમે ક્યારેય કોઈ અજાણ્યા શહેરમાં ભટકી ગયા છો? કે પછી ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ તમને તમારી પોતાની લાગી છે? શું તમને ક્યારેય કોઈ એક જ વ્યક્તિમાં બે અલગ રૂપ દેખાય તો તમને એવો વિચાર આવ્યો છે કે ક્યાંક આ બે અલગ વ્યક્તિઓ તો નહીં હોય ને? આ વાર્તા સંપૂર્ણપણે ફિક્શન છે. પણ વર્ષો જૂની ઈચ્છા આ વાર્તામાં પૂરી કરી છે. આ વાર્તામાં લેખક સાબિરભાઈની મદદે આવનારે ઘણો સાથ આપ્યો છે. આપ આ વાર્તા જરૂર વાંચજો અને મને જણાવજો કે એ કેવી લાગી? વર્ષો પછી ફરી કલમની અણી કાઢવાની કોશિશ કરી છે. એ તૂટી ગઈ કે અકબંધ છે એ જરૂર જણાવજો.