વીસમી સદીના વિશ્વસાહિત્યમાં, આધુનિક પરંપરાનું આ કાવ્ય સર્વાધિક મહત્વ ધરાવે છે. ચારસોથી પણ વધારે પંક્તિઓનું આ દીર્ઘ કાવ્ય વાંચવા અને સમજવાના હેતુથી હાથમાં લીધું અને પછી થયું કે આનો ભાવાનુવાદ પણ કરીએ તો કેવું? શરૂઆત કરી પણ ૩૦ પંક્તિઓ પછી અટકી જવાયું. પણ હવે ત્યાંથી આગળ વધારવાની ઇચ્છા છે. હાલ તો એ ૩૦ પંક્તિઓ પોસ્ટ કરી રહ્યો છું. કાવ્ય આધુનિક છે, પરંપરાગત નથી એ પૂર્વસૂચના સાથે.
ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે આદરથી લેવાતું નામ છે. એમના દ્વારા થયેલા આ જ કાવ્યના અનુવાદની મદદ પણ લઈ રહ્યો છું. તેમનો અનુવાદ શબ્દશ: પ્રામાણિક અનુવાદ જેવો છે. મારો ભાવાનુવાદ ભાવકેન્દ્રી છે. છતાં આભાર અને વંદન.
તેઓ લખે છે: ધ વેસ્ટ લેન્ડ હતાશાનું અને આસ્થાનું કાવ્ય છે.