ઈશ્વર સાથે
થોડાં વર્ષો પહેલાંની વાત છે. હું નિંદ્રાધિન હતો. વહેલી સવારે 6.59 મિનિટે મોબાઈલની રિંગ વાગી. ફોન ઉપાડ્યો તો ઘણાં વર્ષો પછી માત્ર ફોન નંબર સ્વરૂપે જ રહેલ મિત્રનો ફોન હતો.
તે બહારગામથી મારા ગામના બસ સ્ટેશન સુધી આવવાનો હતો અને ત્યાંથી આગળ તેના ગામ સુધી જવા માટેનો સમય પૂછવો હતો એટલે ફોન કર્યો હતો. બધી જ માહિતી આપી ફોન કટ કર્યો અને જોયું તો 6.59 થયા હતા.
આશ્ચર્ય થયું. એ વાતનું નહિ કે કેટલાં વર્ષે એ મિત્રે ફોન કર્યો પણ હજુ આગળનાં જ દિવસે હું સાંઈબાબાના મંદિરેથી સાંઈ ચરિત્ર કથા લાવ્યો હતો અને એ 7 દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો. સવારે વહેલા 7 વાગ્યે ઉઠી જવાનાં નિર્ણય સાથે સૂતો હતો પણ એલાર્મ સેટ કરતાં ભુલાઈ ગયું હતું. સવારે મિત્રનો ફોન મુક્યા બાદ સમય જોતાં લાગ્યું કે જાણે સાંઈબાબા પોતે જ ઉઠાડવા અને મારો સંકલ્પ પૂરો કરાવવા મિત્રરૂપે આવ્યા હોય.
