વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના કોરોના ...સકારાત્મક વિચારો

કોરોના કોરોના .... સકારાત્મક વિચારો આપી રહ્યો છે....


      પુરાયેલા પંખી ની જેમ આજે તમામ સૃષ્ટિ માનવ મૂંઝાયો છે...

  શ્વાસ લેતા કે પછી કોઈને અડતાં વિચારે ચડ્યો છે આ માનવી ....

   એકબીજાથી દૂરદૂર રહેતો થયી ગયો છે માનવી..શંકા ને ડર મન માં લઇ ને ચાલતો થયો છે આ માનવી ....કરકસર ને સમજ્યો છે આજે માનવી .જીંદગી સાદગી થી પણ જીવાય છે .આજે કિટ્ટી પાર્ટી ને મૂવી થિયેટરમાં જોયા વિના ચાલે છે ..આજે માનવી ને માત્ર જીવ વ્હાલો લાગે છે..

  જૂના આલ્બમો અને જૂની રમતો ને પાછી આવી..એકસાથે કુટુંબ માં રહેતા કેમ રેહવાય એ આજે શીખ્યો માનવી..માત્ર ને માત્ર હવા પાણી ને ખોરાક જેવી જીવનજરૂરિયાતની કદર કરતો થયો  છે .માનવી બાળકો ની સાથે ફરી બાળક બનતો થયો છે માનવી .આટલા વર્ષો પછી ફરી પોતાની જાત ને ઓળખતો થયો છે .... પોતાની આત્મા ની સાથે સંબધ કેળવતા શીખી રહ્યો છે ...

   પોતાના સ્વભાવને સમજતો થયો છે . પોતાનામાં શું ઓછું છે ને શું ભૂલવા જેવું છે એ સમજતા શીખ્યો છે માનવી ...ઘરની ચાર દિવાલો નો મર્મ આજે સમજ્યો છે માનવી ....


          ચૈતાલી શાહ ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ