કોરોના એ માઝા મૂકી
કોરોના એ તો માઝા મૂકી.....
કોરોના એ તો માઝા મુકી છે ભાઈ ...
મૂવી મોલ્સ ને ઠેકાણે મમ્મી કે પત્ની નું ભોજન સ્વાદિષ્ટ લાગતું થયું.....
જેની સાથે ક્યારેક જ ફોન પર વાત કરતાં હતાં આજે એમની જોડે વિડિયો કોલથી જોડાઈએ છે ..
સમય જ નહતો આ ભાગદોડવાળી જિંદગીમાં
કામવાળી બાઈ નું બધું કામ જાતે કરતા થયા અને ઝીણી ઝીણી બાબતો નું ધ્યાન માં રાખતા થયા .
દીકરા દીકરી જોડે પોતાની બાળપણ ની વાતો અને અનુભવો કહેતા થયા આજે ....ક્યારેક કહેતા કે સમય જ નથી અમારી પાસે ...માતા પિતા ની સાથે બેસીને ટીવી , પિકચર, કે નાટકો ફરી માણતા થયા , જે શક્ય નહતુ કદાચ આટલી ભાગદોડ વાળી જીંદગી માં ....
ભાઈબંધી ની મિશાલ આપતા આજે સાચે આજે ફરી એકવાર સાબિત થઇ રહ્યું છે ...દિવસ માં બે કે ત્રણ ટાઈમ ફોન કે વિડિયો કોલ કરતા થયા છે અને ફરી પાછા એજ સ્મરણો યાદ કરતા થયા છે ....
ખરેખર જો હવે ફરી રૂટિન માં પાછા આવીશું તો પણ આપણે આમ જ અવિરતપણે કરતા રહીશું આજ રીતે ....
ચૈતાલી શાહ ....
