વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આબરૂ

        એ કોણ હતો! જે સમજની બહાર હતું માનવું એને અશક્ય વાત ને પણ શક્ય બનાવી બેઠો  ! સાચે જ આવું ક્યારેય આવું બને તો કોમિતોફાનો સર્જાયા વિના રહે નહીં 

       ગીતા નસીબ વાળી સાબિત થઇ છે. ગીતા નામ પર થી જાતિ ગોત્ર નું ધ્યાન દોરાય જાય છે ગીતા સૌની લાડકી જાણે હરતી ફરતી જાદુઈ પૂતળી ! બધાને હસતા આવકારો આપતી , કામકાજ માં હોશિયાર અને ભણવા માં પણ , સિલાઈકામ હોય કે રસોઈ બધું જ એકદમ પરફેક્ટ કરતી.જોતજોતામાં ૧૦ માં ધોરણમાં આવી ઘરના બધા ના અરમાન હતા કરવા ચોક્કસ કઈક સરસ ભણી ગણી ને નામ રોશન કરશે . દીકરી વાતે ઘરનો દીવો હતો એ એની રોનક જ કઈક અલગ હતી 

     શાળા નો પેહલો દિવસ સખીઓ સાથે મળી શાળાએ આવતી હતી મોજમસ્તી થી ભરેલી એની વાતો વર્ગ માં ખૂબ વાતોડી હતી બધા નું ધ્યાન દોરાય એમ હસતી ક્યારેક તો શિક્ષક એને શિક્ષા કરતા પણ એને કોઈ જ ફેર ના પડતો .

      વર્ષાઋતુ નો પવન એવો ફૂક્યો કે બેન ગીતા સપનાં જોવા લાગી . બહુ ખોવાયેલી રેહતી હતી જાણે કોઈએ એનું દિલ ચોરીલિધુ ના હોય ?સાચે આવું બની શકે ગીતા સપનાં જોવા ની સાથે ખોવાતી ચાલી જતી હતી .જાણે કોનો ભેટો થયો કે ૧ અઠવાડિયા સુધી બોલે જ નહિ કોઈની સાથે !!મને ભારે ચિંતા થવા લાગી મેં તપાસ હાથ ધરી .એને પુછો તો કોઈ જવાબ જ નહિ.

   ગીતા શું થયું ? બોલને 

             તને કોઈ એ કઈક કીધું ? કોઈએ ગુસ્સો કર્યો? અરે માડી બોલ હવે . બોલે તે બીજા .ગીતા એ જાણે મો માં મગ ભર્યા ના હોય 


             દિવસો વિતતા ગયા .ગીતા એના કુટુંબ સાથે  ફરવા માટે ૨૦ દિવસ દિવાળી વેકેશન માં ગયી  પાછી આવી ત્યારે જાણે બીજી જ ગીતા . બહુ ખોવાયેલી ! બહુ ડાહી વાતો કરતી 

    મને ના સમજાયું  ચોક્કસ કઈક ચાલી રહ્યું છે ગીતા ના મન માં એક દિવસ ગણપતિ બાપા ની નાની મૂર્તિ બતાવી  ખૂબ જ સુંદર ને અલગ શંખ ના આકાર ની વાહ! ગીતા ખૂબ સરસ છે . કોના માટે લાવી છે ? મારા માટે ને ગીતા 

     ના માનસી 

     હું જોતી જ રહી ગયી એને ! એની આંખો ની સામે .એકદમ હું એની ખાસ હતી સખી તોય .ગીતા તો 

    આ હું પ્રિન્સ માટે લાવી છું .મારા દિલમાં હવે એ રાજ કરે છે માનસી 

   માનસી તું પૂછતી હતી ને હું ખોવાયેલી કેમ રેહતિ હતી .ચૂપ ચૂપ કેમ હતી તો સાંભળ માનસી 

    આ ગણપતિ બાપ્પા અમારા સાક્ષી બનવા જઈ રહ્યા છે આ મારા સપનાં જોવા ની ઉંમરે મને એક સાચા પ્રેમની તલાશ હવે પૂરી થઈ ગઈ છે માનસી 

માનસી: હા પણ ગીતા 

         ગીતા: શું ? તું ચોંકી ગયી ને માનસી ? સોરી સોરી ..માનસી તને મોડું થયી ગયું કેહવામાં ! મને માફ કરજે મારી પ્રિય સખી 

      માનસી : ગીતા પણ તું એને ઓળખે છે ? એ કોણ છે ? કોનો દીકરો છે? 

ગીતા:  હું બસ એને ઓળખું છું બાકી બહુ નથી જાણતી એના વિશે

   

         ગીતા: અરે ગાંડી હું મારી જાતને ચેક કરવા માંગતી હતી કે સાચે જ આ પ્રેમ છે કે આકર્ષણ 

માનસી : હા પણ!

      ગયા દિવાળી વેકેશન માં ગયી હતી હું ૨૦ દિવસ પણ એક પણ દિવસ એના વિચાર વિના રહી નથી શકી

       મારો પ્રેમ !  સાચો પ્રેમ ને પ્રેમ કેહવાય છે ને કે સ્ત્રી ક્યારેય પેહલા પ્રેમ ભૂલી ના શકે..એમ હું તો નીભાવિશ ..એની સંગિની બની રહીશ

  માનસી: ગીતા બસ કર તને શું ખબર છે એના વિશે!! આટલી પાગલ બની રહી છે .એ તારો ક્રિષ્ના નથી કે તું એની રાધા બની શકે !

   ગીતા: હા હવે તો તને કાઠું લાગશે આટલો રૂપવાન અને ૩૨ લક્ષણો વાળો કોઈ એને જોતાં જ પ્રેમ માં પડી જાય એવી અદા વાળો 

      મારી ઈર્ષા થવા લાગી ને તને !એને મને પ્રસ્તાવ મોકલ્યો ને મે સ્વીકાર્યો ..

     ગીતા: અમથા હરખમાં ઝૂમવા લાગી હું તો યાર .એને ના પાડતા શાળા માં ૧અઠવાડિયું દેખાયો જ નહિ ...હું બાવરી બની ગયી હતી ...માનસી ...એકદમ બીજા અઠવાડિયે એને જોતાં હું હરખ ઘેલી બની ગયી...

     એને ફોન નંબર આપ્યો હતો ..મારા ઘરે તો ફોન નહિ પણ બાજુ માં બાપા ના ઘરે ફોન હતો... 

     રોજે સાંજના ૭ વાગતા ફોન ની ઘંટડી રણકી ઊઠે ને હું દોડી બાપા ના ઘરે પોહચી જતી. બસ ઇંચકા ખાવાનાં બહાને હું ૬ વાગ્યા ની પોહચી જતી .રોજનો નિત્યક્રમ બની ગયો ...

   

       પણ હા શરત એ કે હું પ્રિન્સ થી દૂર નહિ જવ હો. કે..

માનસી: અરે વાત સાંભળ પછી બોલ ગીતા .( ગંભીર સ્વરે) 

         

        માનસી: ગીતા સાંભળ પ્રિન્સ કોણ છે ? કઈ જાતિ નો છે? કયા ધર્મ નો છે ? તને ખબર છે? 

      ગીતા : હા પેહલા નહતી ખબર પણ એની અટક પરથી પંજાબી હિન્દુ ધર્મ નો છે..બરાબર ને ?

       માનસી: હું એજ તને કેહવા માંગતી હતી  એ પંજાબી નથી..

     

      માનસી: તને નથી ખબર પૂરી અધૂરી સમજ ને તું પ્રેમ માની બેઠી છે .

   .

 

      માનસી: હવે મને સાંભળ ગીતા ,ગીતા એ મુસ્લિમ છે !! 

          ગીતા: (બેબાક જોતી ને સાંભળી રહી) ના હોય માનસી

        માનસી: ગીતા હું તને ક્યારની એજ કહી રહી છું પ્રિન્સ ને તારો પ્રેમ ખોટો નથી તમે મોટી ભૂલ કરી છે  કોઈ હિન્દુ ધર્મની છોકરી ને મુસ્લિમ યુવાન પ્રેમ ના કરી શકે ...

       ગીતા:   વાત સત્ય છે ...આ પણ!!  હવે માનસી 

માનસી : હવે શું ભૂલી જાઓ ...બીજું શું!

        ગીતા: કેમ ભૂલું  કોઈ આવતો જનમ આવે તોય ના ભુલાય એવી પ્રીતડી બંધાઈ ગઈ છે...હું શું કરું?મારા હાથ માં જ નથી.


ગીતા: પ્રિન્સ હેલ્લો પ્રિન્સ


પ્રિન્સ: મારા હા કે ના થી આપના પ્રેમ માં કોઈ ફેર નથી પડવાનો મને

ગીતા: મને પડે છે પ્રિન્સ

પ્રિન્સ: શું? આપણા સંબધને ૬ મહિના પૂરા થયા ...ને હવે આ સવાલ

ગીતા: મને જવાબ આપને 

પ્રિન્સ: હા હું મુસ્લિમ છું

માનસી: શું ગીતા એનો પેહલા પ્રેમ ભૂલી જશે?? શું થશે એનુ

ગીતા: હવે શું કરવું જોઇએ માનસી

ગીતા: હું કાલે એના ઘરે જવાની છું ..એને મળવા

માનસી: તું ગાંડી છે!

     આમ તમાસો કરવા ના જવાય એમ પણ ગામ નાનું છે વાત વેહતા વાર નહિ લાગે હું રસ્તો કરું છુ તું એને મળી તમારા સંબધો નો અંત લાવજે

   માનસી: તારી સાથે ખોટું બોલ્યો પ્રિન્સ? 

        ગીતા : ના ના એને કંઇ પુછ્યું નહિ ને મે પણ કદાચ એને        ખબર હશે કે હિન્દુ ધર્મની છું.. પણ મને તો એનું નામ હિંદુ જેવું , એની અટક હિન્દુ જેવી, એની માન્યતાઓ બધું જ હિંદુ યુવાન જેવું.કેમ ખબર પડે ? બસ જોતાજ પ્રેમ માં પોરવાઈ ગયા એકબીજા માં.

      બીજે દિવસે ગીતા પ્રિન્સ ને મળવાનું સેટ કર્યું .

   ગીતા પ્રિન્સ ને જોતા જ રડી પડી . કે તે છુપાવ્યું કેમ મારી સાથે 

    પ્રિન્સ: અરે મે ક્યાં છુપાવ્યું છે ? ક્યારેય પુછ્યું નથી તે !!ને હું ખોટું બોલ્યો નથી તારી સાથે વાત કરતા . પૂછી ને થાય નહિ પ્રેમ ,દરિયાના મોજા કઈ પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ?એમ પૂછી ને ન થાય પ્રેમ .કે તું હિન્દુ છે? તું મુસ્લિમ છે? કે તું પારસી છે? બોલ ગીતા હું તને ચાહું છું દિલથી 

       ગીતા: પાછી રડી પડી .શાંત થઈ .એના ઘરે જતી રહી એક પણ જવાબ આપ્યા વિના .


માનસી : અરે ના ના .આમ.કેમનું પણ .

માનસી: ગીતા ના ઘરે જઈ એને સમજાવે છે ..જે થયું તેને ભૂલી જાઓ . હવે નવા વિચારો થી નવા ઇરાદા સાથે આગળ વધી જા.

ગીતા: હા હું મારા દિલમાં હવે એને કાઠી નાખીશ ...હવે કઈજ નહિ..

પ્રિન્સ: ગીતા.ગીતા .હું તને ચાહું છું દિલથી ...તું મને સાંભળે છે ને  !

ગીતા: હવે સાંભળવા સિવાય બીજું કશું નથી મારી પાસે!

પ્રિન્સ: ગીતા આમ હું તને ખોવવા નથી માગતો .

ગીતા: હું પણ તને ચાહું છું દિલથી .શું કરું તારો પ્રેમ ખોટો નથી.ને મારો પણ .શું થાય ? કઈ નથી સમજાતું!

પ્રિન્સ: હું થોડા સમય માટે વિદેશ જતો રહું છું. બધા થી દૂર .

    

      માનસી: સમજ્યા કર્યા વિના બન્ને અલગ પડી ગયા હતા.       પ્રિન્સ તેનું ભણતર છોડી ૩ મહિના માટે વિદેશ જતો રહ્યો હતો. કેહવાય છે ને કે દૂર હોય ત્યારે જ માણસ ની અને તેના પ્રેમ ની ખબર પડે છે .એમ જ અહી મારી સામે જ ગીતા ની હાલત કઈક એવી .પણ થાય શું ?બન્ને બાજુ આગ બરાબર હતી .પણ વચન હતું દૂર રેહવાનું .

ગીતા: માનસી એકવાત ખબર પડી ગઈ છે મને કે એ મારા થી અલગ ધર્મ નો છે .પણ હું એના પ્રત્યે પ્રેમભાવ ઓછો નથી થઈ રહ્યો.

   

   

    માનસી: આમ ના બોલ પ્રિન્સ ,હવે બન્ને જણ પસ્તાવો ના કરવો પડે એવું ના કરો મેહરબાની.


     પ્રિન્સ:મારું મન એના માં જ છે જે હવે નહિ ભુલાય .

     માનસી: તારે જે કરવું હોય તે કર તું જાણે હવે હું વચ્ચે નહિ આવું તમારી મરજી મુજબનું પરિણામ ગંભીર બનશે ..આ સારી મિત્ર ને નાતે જણાવી રહી છું તને .

પ્રિન્સ: હું કાયમ તારી રાહ જોઇશ ગીતા.

          રોજે સાંજના સમયે  ફોન પર બન્ને બહુ વાતો કરતા હતા.જાણે કેટલાય વર્ષોથી મળ્યા જ ના હોય એ બન્ને .આમ વર્ષો વીતતા ગયા ને બન્ને રસ્તા માં એકબીજાને દૂર થી જોતા .ક્યારે પ્રિન્સ એના ઘર ના આટા મારતો સ્કૂટર પર ,ગીતા કાયમ એના ઝરૂખા માંથી એને જોતી .આમ કાયમ ચાલતું રહ્યું બન્ને જણ વચ્ચે..મુલાકાત ઓછી પણ ફોન તો રોજ કલાકો સુધી ચાલતો.

    માનસી: યાદ છે કે ગીતા રાત્રે વાતો કરતી હતી.ત્યારે બીજા રૂમ માંથી એની મમ્મી એ શક જતા ફોન ઉપાડ્યો .પકડાઈ ગઈ હતી ગીતા ની ચોરી . બીજા દિવસે મને સવારે બોલાવી ને પૂછ્યું કે રાત્રે તે ફોન કર્યો હતો ગીતા ને ? મે ગીતા ને બચાવવા હા પાડી તો એની મમ્મી મારી પર ખિજાઈ કે તું આ બન્ને ને પ્રોત્સાહન આપી રહી છે .તને ભાન છે તું કેટલી મોટી ભૂલ કરી રહી છે . માડ માડ વાત બદલી કે રાત્રે કર્યો જ હતો પૂછો કાકા ને એમને જ ઉપાડ્યો હતો ને પછી ગીતા ને આપ્યો હતો .હાશ બચી ગઈ ત્યારે તો .વાત સાચી નીકળતા મે ઠોંગ કર્યો કે કાકી તમે આમ કેમ કહ્યું કે તે બન્ને જણ ને પ્રોત્સાહન?

       પ્રિન્સ ના  ઘરે બધાને ગીતા બહુ જ ગમતી હતી .એને બધા માન આપીને બોલાવતા હતા તે દરમિયાન આમ પણ ગીતા તો રૂપ રૂપ નો અંબાર, તેનો મધુર આવજ, ને એનું વ્યકિતત્વ જ કઈક અલગ હતું.જોતા સાથે કોઈ ના ન પાડી શકે.

 

        બસ આમ ચાલતી હતી પ્રિન્સ ને ગીતા ની મુલાકાત, ફોન , ભેટો અરે યાદ છે મને ગીતા ને પ્રિન્સ નો રૂમાલ મળ્યો હતો એના ક્લાસ માંથી એને લઇ લીધો ને ખબર છે એને સરસ મઝા થી એનું નામ સિલાઈ કરી પાછો આપ્યો હતો.બદલામાં પ્રિન્સ એને માટે સોના નું નાનું પેંડલ લાવ્યો હતો .આ બહુ મોટો ટાસ્ક હતો અમારા માટે કે ગીતા કાકી ને શક ના જાય ને પેનડલ કેમનું બતાવું ?ગીતા એ કાકી ને થોડા દિવસ સુધી ના બતાવ્યું.આ એ સમય ની વાત હતી કે નાની સૂની વસ્તુ પણ જો ભેટ માં મળતી તો બતાવી નહતાં શકતા ઘર માં એમાંય ખાસ કરી પ્રેમી એ આપેલી વસ્તુ હોય તો .ઘર ગમે તેટલું મોટું હોય પણ છુપાવવી ક્યાં સમજાતું ન હતું.બીક લાગતી માતાપિતા ની કુટુંબ ની પણ હા ખોટું બોલતા ને ખોટું કરતા બહુ બીક લાગતી હતી એ જમાના માં ,એમાંય ગીતા તો બીકણ સસલું કાયમ મારે બચાવી પડતી એને 

       .ગીતા બહુ ગભરાતી રડતી ક્યારેક કે શું થશે માનસી મારું ?

    હું કેહતી કે તું બહુ ભોળી છે ! ભોળા ના ભગવાન હોય છે .તું ચિંતા ના કરીશ કઈક સરસ હશે તારા નસીબ માં ભગવાન પર છોડી દે તું 

     દિવસે ને દિવસે ગામ માં એની ચારે બાજુ એના પ્રેમપ્રકરણ ની વાતો ફેલાતી ગઈ.આનો શું નિરાકરણ આવશે તે નહતી ખબર પડતી .પ્રિન્સ ને ગીતા નો પ્રેમ અતૂટ વિશ્વાસ થી બંધાયેલો છે એટલે કંઇ જ ખોટું નહિ થાય એમની સાથે 


       મોના ઘરે અચાનક આવી ને ગીતા એકલી જ હતી ઘર માં એમાંય વળી મોના એકદમ આવી હતી એને કહ્યું  કે પ્રિન્સ એ એના ધર્મ 

ની છોકરી સાથે એને સગપણ નક્કી કરી લીધું છે ." 

ગીતા: શું?તું ખોટું બોલે છે મોના 

     મોના; કાશ વાત ખોટી હોત ગીતા મારો ભાઈ એના મિત્ર વર્તુળ માં છે એને આજે પાર્ટી છે બહાર હોટલ માં સાચે કહું છું ગીતા મને આશિષે જ કેહાવાં માટે કહ્યું હતું

   


       બીજી કોઈ મારું મન માનવા તૈયાર ન હતું થતું .પ્રિન્સ કેટલો બધો ગીતા ને પ્રેમ કરતો હતો ને ગીતા પણ બન્ને જણા દિલથી પ્રેમ કરતા હતા

     તો શું પ્રિન્સ ખોટો હતો? ગીતા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.અને જો મજબૂરી માં સગાઈ કરી પણ હોય તો મિત્રો ને પાર્ટી તો ના જ આપે 

    ગીતા એ પછી સાવ બદલાઈ ગઈ હતી પ્રિન્સ બહુ આટા મારતો હતો.એની આગળ પાછળ પણ ગીતા એને બિલકુલ ભાવ નહતી આપતી અધૂરામાં એના પપ્પા મમ્મી એ એના માટે છોકરો શોધી લીધો હતો બસ ગીતા નું લગ્ન ૧મહિના માં જ હતું . બહુ ઓછો સમય ને એમાંય વધુ તૈયારી કરવાની હતી ગીતા સાચે જ ટણી માં આવીને લગ્ન કરવાની ઉતાવળ જાન માડવે આવી ઊભી હતી અમે ઘરે થી ગીતાને લઈને નીકળતા હતા વાડી એ જવા ત્યાં ફોન ની રીંગ વાગી મે ફોન ઉપાડ્યો સામે પ્રિન્સ  હેલ્લો હું ઘરની પાછળ ગાડી લઈને ઊભો છું ગીતાને લઇ ને આવીજા મારી ભૂલ થઈ

     હું સાચે જ ગીતા ને પ્રેમ કરું છું ને કાયમ કરતો રહીશ .

ગીતા:  પ્રિન્સ હું પૂછતી હતી તને કેહતી રહી તારા વિના ન રહી શકું હું તે કીધું આપણા સંબધો ચાલુ રાખીશું આવો જવાબ આપ્યો હતો તે મને એ સમયે  હવે મારા લગ્ન ની જાન દરવાજે આવી ત્યારે હવે તું આવ્યો? જતો રે હવે મને તારા માટે કોઈ પ્રેમ નથી રહ્યો તે મને દગો આપ્યો છે 

      પ્રિન્સ બહુ  આજીજી કરી ગીતાને મનાવી લેવાની ધારે તો ગીતા એના પ્રેમી સાથે ભાગી શકતી હતી એમ પણ  ઘરમાં વડીલ કોઈ ન હતું બધા જાન ની સ્વાગત માં વાડીએ હતા  પણ ગીતા એ માતાપિતા ની આબરૂ રાખી ને માતાપિતાની મરજી ના લગ્ન કરી લીધા પાછું વળી જોયું નથી પ્રિન્સ ની સામે અને પ્રિન્સ એ આવું કેમ કર્યું સમજાયું નથી 

      

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ