છે તારી પાસે જવાબ ?
થોડા દિવસ પહેલા ની જ વાત છે રસ્તા માં જતા ખુબ ટ્રાફિક હતું.મારી બાઈક ની બાજુ માં એક કાર ઊભી હતી . બોવ જ ટ્રાફિકના કારણે અંદર બેઠેલા ભાઈ એ કાર ની બારી ખોલી . શુટ-બૂટ ને ગોગલ્સ પૈસા વાળી પાર્ટી લાગતી હતી.થોડી વાર તો મને'ય થયું આવું જીવન હોવું જોઈતું હતું , પણ આપણે તો આમ ને આમ નોકરી કરી ને મરી જઈશુ. થોડીવાર થયા પછી પેલા કાર વાળા ને કોઈક નો ફોન આવ્યો .બારી ના કાચ ખુલ્લા હોવાથી
અને પેલા વ્યક્તિ નો ફોન સ્પીકર માં હોવાથી હું તેઓનો મોબાઇલ પર નો સંવાદ સાંભળી રહ્યો હતો .
"અચાનક મમ્મી ને ઍટૅક આવતા .......તે હવે દુનિયા માં નથી રહયા " પેલા વ્યક્તિ એ ક્હ્યું ' કંઈ વાંધો નહિ તું આપણા ફૅમિલી ડોક્ટર સાથે વાત કરી લે જો તે એમ કહે કે બોર્ડી આફટર ટુ કે થ્રી ડેયસ નહિ રહે તો તું બાકી સંબંધીઓ ની સાથે અંતિમ વિધિ પુરી કરી નાખજે . મારા થી તો નહિ રોકાવાય બૅગલોર નો ૨૫ કરોડ નો ઓડૅર કેન્શલ નહિ થાય ' બાય કહી તેને કોલ કાપી નાખ્યો .
- તેને જોઈ હું આશ્વર્ય માં મુકાય ગયો. અને વિચાર્યું "બાળક જ્યારે પારણા માંથી મર્સિડીઝ માં ફરવા લાગે છે ત્યારે પોતાને ત્યાં સુધી પહોચાડનાર ને ભુલી જાય છે "આજે જગ્યા જગ્યા પર વૃધ્ધાશ્રમ જોવા મળે છે શું દીકરાઓને ઉછેરવામાં મા-બાપ ની ખામી રહી ગઈ છે કે સારી રીતે ઉછેર કર્યો એ જ તે મની ખામી છે?
નવ માસ તારો વજન ઉંચકી જે મા ફરી આજે એ દેવી ને ધક્કો મારી ની બહાર ફેકતા તને જરા'ય ભાર ન લાગ્યો.!
તારા જન્મ વખતે જેને ખુશી ખુશી પતાસા ને પૈડા વેચ્યા એ જ દેવતાઓ ને વૃધ્ધાશ્રમમાં વેચવા જતા દીકરા તને રડવું નહીં આવે???
કામે થી આવતા તારા પિતા તારા માટે જે રમકડાં લઈ આવતા આજે એ પિતા ની આંખ માંથી અશ્રુધારા વહેતા શું તને જરા પણ દુ:ખ નહીં થાય?
જે પિતા ના કપડા માં થીગડા છે કે
થીગડા માંથી કપડાં પહેર્યાં એ ખબર જ નથી પડતી કેમ?
કારણ કે તારા ભણવા માટે પાટિ - પેન ને નોટબુક ના ખરચા જ એવા છે કે પોતે એક જોડ કપડાં નથી ખરિદી શકતા .
તું ભલે પથારી ભીની કરતો પણ તારી માતા તને સૂકા માં જ સુવડાવતી તો શું આજે એમની ધડપણ ની અવસ્થામાં સહારો નહિ બને?.
આ પ્રશ્ર્નો ના જવાબ મને કે દુનિયા ને નહીં દે તો પણ ચાલશે , આ પ્રશ્ર્નો ના ઉતર તું તારી જાતને દે.
તારા ભણતર પાછળ અઢળક ખર્ચો કરવા છતાં તારે સારા ગુણ ન મળ્યા પણ તારી નિષ્ફળતા માં પણ તારી સફળતા જોતા હતા તે, તો આજે કેમ તારું બાળપણ તને નથી દેખાતું?
પેન થી લઈ પેન્સિલ સુધી તારા અભ્યાસ માં તને ખોટ નથી પડવા દીધી તો શું જે તું આવડી મોટી ખોટ એ લોકોને આપે છે તે બરોબર છે??
તારા પિતા ને પગપાળા ન જવું પડે એટલે પોતે બચાવેલા રૂપિયા માંથી સાયકલ ખરિદવી હતી પણ તારે સાયન્સ રાખવું હતું માટે જ સારી એવી સાયન્સ ની શાળા મા ભણાવી તારા સપના પુરા કરી પોતાની ઈચ્છાઓ દબાવી રાખી તો શું તારી મર્સિડીઝ મા થોડી જગ્યા નહીં મળે એ વ્યક્તિને બેસવા માટે??
નાનપણ માં તારી દરેક ઈચ્છા જાણ્યા વગર અનુભવી લીધી તો આજે ૭૦-૮૦ વરસે તું કેમ એમની ભાવના ને નથી જાણી શકતો ?
તને ભણાવીને એન્જિનિયર બનાવ્યો તો શું તારા ઘર માં રેવા એક ખુણો નહિ મળે ?
મર્યા પછી બારમું કરો કે તેરમું તમે જેને જીવતા સુખ નથી આપ્યું તો મર્યા પછી એને તારી કે તારા બારમું કરવાથી કોઈ જ આનંદ નહિ મળે.
જીવતા મા-બાપને જાણી શકો ને સમજી શકો તો અહીં જ સ્વર્ગ છે બાકી કાશ્મીર ને પણ સ્વર્ગ નો કટકો જ માનવામાં આવે છે .
કળયુગ છે ને , મંદિર ની માં ને ચુંદડી ઓઢાડે , હવન કરાવે ને છપ્પન ભોગ લગાવે ,પણ તારી એ મા નું શું જેણે તું કડવા વચનો બોલી ને રડાવે .,ભુલતો નહીં તારી બોર્ડ ની પરીક્ષા થી લઈ તારી નોકરી ના ઈન્ટરવ્યુ સુધી સોમવાર ના વ્રત એને જ કર્યા હતા .
તારા કહ્યા વગર જ સમજી જતાં તારા મા-બાપ ને બાવીસ વર્ષ પછી તુ એમ કહે છે કે" પપ્પા તમને નહીં સમજાય "
આજુબાજુ વાળા તારા વિશે પુછે એટલે તને શ્રવણ સાથે સરખાવે ને તુ?
કહેવાય છે કે એક સ્ત્રી ની પરિભાષા બીજી સ્ત્રી વધુ સારી રીતે સમજી શકે પણ લગન પછી જ મા-બાપ ને વૃદ્ધ આશ્રમમાં જવા નો વખત આવે છે કેમ ભાઈ તારી ગરજ પૂરી થઇ ગઇ એટલે કે જૂની વસ્તુઓ ધસાયા પછી ફેંકી દેવાની એ નિયમ થી ચાલેસ જીવનમાં! એમ તો તું પણ જુનો થઈ ગયો છે તો...........
એક સ્ત્રી કે મ ભૂલી જાય છે કે તેના ભાઈ સાથે પણ જે પરણીને આવશે ને ઈ તારા મમ્મી પપ્પા સાથે આવું કરે તો તને કેમ દુઃખ થાય છે પોતાની કિંમતી વસ્તુ ગુમાવવા નો ડર લાગે છે ? અહિયાં જ સમસ્યા છે જો દરેક વહુ સાસુ સસરા ને મમ્મી પપ્પા મા સ્વીકારી લે અને દરેક સાસુ સસરા પોતાની વહુ ને દીકરી નો પ્રેમ આપે તો અહિયાં જ સ્વર્ગ છે એના માટે બીજો જન્મ લેવાની જરૂર નથી.
પણ આજની ૨૧ મી સદીમાં તું સોસયલ મીડિયા માંથી નવરો થા તો તુ એમની પાસે બે મિનિટ બેસ ને!
મધર્સ ડે પર મમ્મી નું ને ફાધર્સ ડે પર પપ્પા નું સ્ટેટસ નાખી આખી દુનિયા ને કેવા કરતા જેના લીધે તારા આવા શૂટ બૂટ ના દિવસો આવ્યા છે એની પાસે બેસી બે ધડી વાતો કરીશ ને તો એમને વધારે આનંદ થશે .
પહેલો પ્રેમ એટલે એક માં પોતાના બાળકને નવ મહિના કરે છે એ છે નિસ્વાર્થ પ્રેમ .
આન્ધડો પ્રેમ એટલે પિતા દ્વારા જે નવ મહિના નિસ્વાર્થ ભાવે મળે તે .
તારા રોજ ના ૨૪ કલાક માથી માત્ર પાંચ મિનિટ એ લોકો ને આપ જે તને એનો સમય માને છે માત્ર ૪ મિનિટ એની પાસે બેસી ને ખાલી એટલું પૂછ કેમ છો ? કઈ વાંધો નથી ને ? એમને આનંદ મળશે અને બાકીની ૧ મીનિટ તારી જાતને પ્રશ્ર્ન પુછ હું કોના કારણે અહીં સુધી છું???????????
