લોક ડાઉન - જાતને મળવાનો સમય
તમારી જાત ને મળવાનો સમય એટલે લોક down!
ખરેખર આ જાત ને મળવા માટે આ લોક ની જરૂર ખરી ?
જાત ને મળવાનું રાખો ઘડી બે ઘડી
દર્પણમાં ઝાંકી મળશે ખુદાની
~બીજલ જગડ
આ lockdown no સમય તો ખરોજ પણ આ લોક ની , કી (ચાવી) શોધવાનો પણ સમય છે.
આશ્ચર્ય ની વાત એ છે કે તમેજ લોક છો અને તમેજ કી (ચાવી) છો.
જીવન નો કોઈ ભરોસો નથી, આપણા ગુરુજનો કહે છે કે " જીવન આ ક્ષણમાં છે" એને ત્યારેજ જીવો. આ પ્રક્રિયા અપનાવી જીવનમાં અધ્યાત્મિક રીતે વ્યક્તિ જીવન અનુલક્ષી શકે છે. જે ચીજ સવારે પેલાં ઉઠતા વેત યાદ આવે એને એકંદરે ટાળતા રહીએ કે સમય નથી, અને અત્યારે ભરપૂર સમય હોવા છતાં એ નથી કરી શકાય એમ વર્તાય એટલે જીવનમાં શિષ્ટતા ની ખોટ છે , અને આ સમજણ પર અચાનક ખુલી આંખ ,મોડે તો મોડી ખુલી આંખ કેટલો એનો આનંદ હોય છે. એક નવી શિષ્ટતા જીવનમાં આવે ,અને શિષ્ટતા સાથે જીવનમાં નવી તરંગ હળવેહળવે ઇન્દ્રધનુષ માં મનડું રંગાય.
કારણકે કોને અને ક્યારે પરવરદિગાર નો trunk call આવી જાય , ને પછી વ્રોંગ નંબર નહિ કેહવાય.
સ્મરણ ની બંધ શીશી ખોલી, જૂના કાટમાળ પર અડકાયેલ સંબંધો ઉજાગર થયા, અને જાત સાથે સંવાદ, આખરે માણસ ને માણસ જ સાલે.. નામ , પૈસા, પ પ્રઠિસ્થા નય. અને આજ કાયમી સત્ય છે. પૈસા નહીં માણસ કમાવ, દર્દ ની દવા બે બોલ કેમ છો માજ હોય છે !
સત્ય થઇ આવ્યા અંતરનાં ઓરડે.
સ્વપ્ન થઇ આંખોંથી રસ્તો થઇ જવા દો.
થોડું દર્દ મારું પૂછો
દર્દની દવા તમે થય જવા દો.
વિશ્વવ્યાપી lockdown સમય માં મારા દ્વારા રચાયેલી કવિતા
*ઝીંદગી સ્થિર થઇ ગઈ*
ઘરમાં રહેવાનો તેહવાર લાગે છે
સદંતર ચાલતી જિંદગી એકંદરે કુલ થઇ ગઈ
ભાર એવો ઉતર્યો આ લોક ડાઉન એ
ભાગતી ઝીંદગી હળવી ફૂલ થઇ ગઈ
પારખું પાપને મારા એકાંતે સ્વયંમાં
નજર સામે ઘર ખુદાનું બંદગી કુબુલ થઇ ગઈ
સલામત આગની પાસે ક્યારે પારો નથી રેહતો
આપને શોધવા જનારાની દુનિયા ડૂલ થઇ ગઈ
કોઈનું દિલ છે અને ઉર્મીઓ ની લાશો છે
મન નો તંબુરા વાગે, કાળભંગ રાત થઇ ગઈ
બધું કપરું છે આ દુનિયામાં , એ રીતે મન મોકળુ કરી લો એ "સાગર"
વર્ષો જૂની લાગણી, થાપણ માં સ્થિર થઇ ગઈ .©
બીજલ જગડ"સાગર"
મુંબઈ, ઘાટકોપર
