વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગીત

મનને શાંત રાખવાની સાથે સાથે સંગીતનું રિધમ પણ જીવનમાં એટલું જ ઉપયોગી છે. સંગીતમાં એટલી તાકાત છે કે તે વ્યક્તિના માનસિક વિકાસને પણ મજબૂત બનાવી દે છે. સંગીતના અનેક તાલો અને લય  છે.  જેમાં મલ્હાર, વૈરાગ્ય,ભૈરવી, ભૂપાલી વગેરે રાગ છે. એવા કેટલાય રાગો છે. જે સાંભળવાથી માણસનું બ્લપ્રેશર, કેન્સર, માનસિક તણાવ જેવા રોગો દૂર થાય છે. જ્યારે વ્યક્તિ સંગીતના કોઈ એક રાગને સાંભળશે તો તેની ગમે તેવી બીમારી દૂર થઈ જશે કારણ કે વ્યક્તિ મનથી પ્રફુલિત થઇ જાય છે. આપણે લોકો મોટાભાગે હાલની પરિસ્થિતિમાં સમાચારના માધ્યમથી જોવી છીએ કે કોવિડ સેન્ટરમાં દર્દીઓ માનસિક રીતે તેમનું મનોબળ નબળુ થઈ જાય છે કારણકે તેને આ પરિસ્થિતિમાં પોતાના કુટુંબીજનોની ખુબ જ જરૂર હોય છે. જયારે  પોતાના સગા વ્હાલાઓ મળી શકતા નથી ત્યારે તેમને સંગીતના માધ્યમ દ્વારા તેમને અનેક રાગોના ગાનથી ગાયન કરીને તેમણે ખુશ રાખવામાં આવે છે. સંગીતના ગાનથી શુદ્ધ વાતાવરણ મળે. અને મનને પ્રફુલ્લિત થાય. તેમના મગજમાં આવતા નકામા વિચારોને દુર કરવા સંગીતનું માધ્યમ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેટલાક દર્દીઓ સંગીતના માધ્યમથી તેમની બીમારીને મુક્ત કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંગીતની કળા જ એક અનોખી રીત છે. સંગીતના માધ્યમથી આસપાસનું વાતાવરણ અને માનસિક મનોબળ શુદ્ધ થાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ