એક કલાક
સવારના ચાર વાગ્યા છે મારા પોતાનાજ હાથની બનાવેલી કડક ચા પીધી.
આમતો વહેલી સવારના બધા સૂતા છે પણ મને સાંજના વહેલા સૂવાની ટેવ એટલે સવારે વહેલા ઉથીજવ .
અને આમ વહેલી સવાર મને વધારે ગમે મન બક બક ઓછુ કરે અને બહાર પણ નીરવ શાંતિનો અહેસાસ
એટલે સમજોને યાર સવારમા મને આમ સવર્ગ જેવું લાગેછે .
પણ અત્યારેજ મને એવું થયું આપણે બધાજ આટલી બધી ભાગદોડ શા માટે કરીએ છીએ.
કઈક કરી ચૂંટવાની ભાવના વાળા આપણે બધા શા માટે આટલી ઉથલ પાથલમાં પડ્યા છીએ આપણે બધાજ જાણીએ છીએ આમાંથી કશુજ આપણી સાથે નથી આવવાનું તેમ છતાં કશુંક જીતી લેવાની ઘેલછા શા માટે??
મને તો એવું લાગેછે અપેક્ષાઓ જ આપણી બીમારી છે
કોઈકે કહેલું છે કાજળ ની કોઠીમાં રહીએ એટલે કાળાં થવાનાં જ
પણ શું એવું બની શકે કાજળ ની કોઠીમાં રહીને પણ કાળા ન થવાય
શું એવું બની શકે આપણી માટે એકાદ કલાક એકાંત માટે મળી જાય .
કા ધ્યાન માટે યા યોગ માટે યા પોતાની જાત સાથે બેસવાનો
સાહેબ મને પોતાને એવું લાગેછે મારા ત્રવિસ કલાક બેકાર જાય છે .પણ એ એક કલાક મારા મારા માટે જીંદગી છે મારા માટે પૂજા છે તે એક કલાક ને સતત ખોળું છું પેલા ચોવીસ કલાકમાં
જે સભ્યતા વાળા સમાજમાં આપણે ઉછર્યા તે સમાજ આપણા માટે ઘાતક છે તે સમાજ આપણી ઉપર કશુંક થોપવા માંગેછે જે આપણી જાતને બિલકુલ મંજૂર નથી આપણી આસપાસ એવી કેટલીયે ઘટના ઘટેછે જે આપણે તેને સ્વીકારી નથી શકતા
અંતે તેજ ઘટના દૂષિત ભાવનાનું સ્વરુપ લઈને બહાર નીકળવા મથામણ કરેછે
બસ આપણી આજ તો પીડા છે
એજ પીડાને દૂર કરવી એટલે મારી પેલી એક કલાક
જે મારી પૂજા છે જે મારી મૂડી છે જે મારી જિંદગી છે...
