વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય શાશ્વત છે, અખંડ છે, અવિભાજીત છે, માટે પરમાત્મા છે

સમય શાશ્વત છે, અખંડ છે, અવિભાજીત છે, માટે પરમાત્મા છે.  પરંતુ સમય માપક-ઘડિયાળની શોધ થયા પછી સમય-કાળ તરીકે ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળમાં  વિભાજીત થઈ ગયો.!  જેમ ગંગા નદી અખંડ છે, અવિરત વહ્યા કરે છે. પરંતુ અલગ અલગ જગ્યાએ તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમકે ભાગીરથી, અલકનંદા, મંદાકીની, ધોળીગંગા,પીંદર વગેરે. પરંતુ જ્યારે ગંગામાં શબને વહેતું કરવામાં આવે છે.”ડ્રીફ્ટ” Drift કરવામાં આવે છે.ત્યારે ભાગીરથીમાં  વહેવડાવેલુ શબ, અલકનંદામાં પણ પોતાની ઓળખ  જાળવી રાખે છે.!!

બીજું દ્રષ્ટાંત જોઈએ. મુંબઈની મેટ્રો ટ્રેન બોરીવલીથી ચર્ચગેટ આવજા કરે છે. જે ઈલેક્ટ્રીક ટ્રેન ચર્ચગેટ થી શરૂ થાય છે અને બોરીવલી પહોંચે છે.તે જ ટ્રેન બોરીવલીથી શરૂ થઈને ચર્ચગેટ પહોચે છે. એ જ ડબ્બા -એ જ ડ્રાઈવર ! તેવી રીતે અળસિયું પણ બંને દિશામાં ગતિ કરે છે માટે એને બે મોઢા હોવાની ભ્રાંતિ થાય છે.( કેટલાક માણસ પણ દોગલા હોય છે) …

 

તાત્પર્ય એ છે કે ગંગા નદિ, મેટ્રો ટ્રેન,અળસિયું ની જેમ સમય પણ પોતાની ગતિ બન્ને દિશામાં અવ્યક્ત રીતે ધરાવે છે.

 

ભગવદ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગમાં કહ્યા પ્રમાણે ભુતકાળ કે વર્તમાન કાળમાં કરેલા સારા-નરસા કર્મોનું ફળ ભવિષ્યકાળમાં જરૂર મળે છે.જ્યારે બીજા અધ્યાય  સાંખ્યયોગમાં કહ્યા પ્રમાણે “ આ બધા લડવા આવેલા રાજાઓ તો (મારા) કૃષ્ણ પરમાત્મા વડે હણાયેલા જ છે.  તેમનું (God’s Plan)-સુનિશ્ચિત ભાવિ !તેમનો વધ કરવામાં નિમિત્ત બનવાનું કામ વર્તમાનમાં અર્જુન (તારે) કરવાનું છે.

ગણિતની ભાષામાં  દાખલાની રકમનો જવાબ મળી જાય પછી તેની ખરાઈ માટે ઉલ્ટી રીતે દાખલો ગણવાની રીતને “તાળો મેળવવાનો” કહેવાય ! ભવિષ્યમાં મેડીકલમાં જવાનો પ્લાન હોય તો વર્તમાનમાં સારી મેરીટ લાવવી પડે અને ભુતકાળમાં સાયંસ લાઈન લેવી પડે. સાંસારિક દ્રષ્ટાંતમાં સમજીએ તો ભવિષ્યમાં જેની સાથે લગ્ન કરવાના  નક્કી હોય તેની સાથે વર્તમાનમાં સગાઈ કરવામાં આવે છે એટલે જ તો “હાફ મેરેજ” કહેવાય છે.

 

તાત્પર્ય એ છે કે દરેક બનાવ-ઘટના નક્કી અંદાજ-પ્લાન પ્રમાણે  જ બનતી હોય છે જેને આપણે ભવિષ્ય કે જ્યોતિષ તરિકે ઓળખીએ છીએ. ઉપરના દ્રષ્ટાંતમાં મોટા ભાગની ભવિષ્યની ઘટનાને વર્તમાનમાં માનવી પોતાના અહંમ પ્રમાણે આયોજન કર્યાનું સમજે છે. પરંતુ હકીકતમાં ઈશ્વર કે કોઈ અજ્ઞાત શક્તિ દ્વારા જ નિર્માણ નક્કી જ હોય છે.!

 

અધ્યતન સંશોધન  પ્રમાણે ભવિષ્યમાં જે બનવાનું છે તે માટેનું કાર્ય આપણે વર્તમાનમાં કરીએ છીએ.

આની સુંદર રજુઆત મણીરત્નમ ની  ફિલ્મ”નવરસ” નવ Emotion ભાવનામાં “અદભુત-Wonder” દ્વારા NETFLIX માં રજુ કરેલ છે. દરેક માનવીનું જીવન ફિલ્મની સ્ક્રીપ્ટ  જેમ લખાયેલુ જ હોય છે અને તે પ્રમાણે માનવી- કેરેક્ટર જાણે-અજાણે વર્તન કરે છે. �

 

-ડો શ્યામના અંગત વિચારો પ્રમાણે�

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ