વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમની ઝખનાં

સમયની સાથે સમાજમાં ઘણાં બધાં પરિવર્તન આવ્યા છે. માન, મોભો, રીત-રિવાજો, ઘુંઘટમાં રહેતી સ્ત્રીઓ પણ આજે સ્વતંત્ર જિંદગી જીવે છે. આટલું પરિવર્તન ગામડાંઓ ન આવી શક્યું. હજી પણ સગપણની બાબતમાં વડીલો નક્કી કરે ત્યાં જ પરણવાનું. કેટલાક છોકરા-છોકરી સાથે ભણતાં ક્યાંક પ્રેમ થઈ જાય તો પણ આ સમાજ પ્રેમલગ્ન ને સ્વીકારતો નથી. ક્યાંક છોકરી ભાગી જાય એવા બનાવો પણ બને છે.

         આરતી અને નિખિલ બંને એક કૉલેજમાં ભણતાં હતા. શરૂ શરૂમાં બંને વચ્ચે કોઈ પરિચય ન હતો.ધીરે ધીરે કોઈ કામસર મળવા થતું. આરતીને બે ભાઈ અને માતા- પિતા પાંચનો સુખી પરિવાર હતો. આરતી બંને ભાઈની લાડકી બહેન હતી. પાણી માંગે ત્યાં ભાઈ દૂધ હાજર કરતા. પિતા સરકારી શાળામાં પટાવાળા ની ફરજ બજાવતા હતા. માતા સિલાઈ કામ કરી ઘરમાં કામકાજ કરતા. આરતી શ્યામવર્ણ હતો તેથી માં સતત ચિંતામાં રહેતી.આરતી સમજદાર હતી.માતા પિતાને દુઃખ લાગે એવું કોઈ કાર્ય કરતી ન હતી. નિખિલને પ્રેમ કરતી હોવા છતાં પણ તે વાત પરિવારમાં કોઈને ન કહેતી. જાણતી હતી આ વાતની જાણ થશે તો ભણતર અધૂરું રહેશે.કુદરત સામે લાચાર હતી આરતી. નિખિલ દિલથી વધારે પ્રેમ આરતીને કરતો હતો.નિખિલે આરતી અને તેના પ્રેમ વિશે પરિવારમાં કહ્યું. નિખિલના પિતાએ આરતીને મળવા બોલાવી .નિખિલના દિલમાં પ્રેમના બીજ ફૂટ્યા એમ ખુશખુશાલ હતો તેણે આરતીને ફોન કર્યો અને મળવા બોલાવી.નિખિલના પરિવારે આરતીનું સ્વાગત ધુમધામથી કર્યું. આ જોઇને આરતીને આ પરિવારનો અવિરત પ્રેમને જોયો. આરતી દિલથી નિખિલનો આભાર માનતી કે કેવું સરસ પરિવાર છે તારું! પણ આરતીએ નિખિલને બધી વાત કહી દીધી,"મારો પરિવાર સગપણ નહિ સ્વીકારે."નિખિલે વિશ્વાસ આપ્યો કે "હું જીવીશ ત્યાં સુધી તારી રાહ જોઇશ."આરતીને નિખિલ પ્રેમ જોઈને ઢળી પડી.

         એક દિવસ એવું બન્યું આરતી અને નિખિલ કૉલેજની બહાર વિષય પર ચર્ચા કરી રહયા હતા ત્યાં જ અચાનક આરતીના મોબાઇલ પર કોલ આવ્યો કે તેના ભાઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે.આરતીને જાણે આભ સમી ધરતી ખસી એમ રડી પડી. નિખિલે સાંત્વના આપી કે "કંઈ જ નહિં થાય તારા ભાઈ ને."આરતી ફટાફટ સિવિલ હોસ્પિટલમાં ગઇ ત્યાં પહોંચતા જ આરતીના ભાઈ નું અવસાન થઈ ગયું.આરતી તેના ભાઈ માટે ખાસ હતી. ઈશ્વર સામે પોકારી રહી હતી "શુ બગાડ્યું મારા ભાઈ એ ઈશ્વર તે છીનવી લીધો"આરતીના ઘરમાં ચારેકોર માતંક છવાયો. આરતીએ હિંમત રાખીને પોતાના પરિવારને આ દુઃખમાં સંભાળી લીધો.

        કહે છે ને સમયનું વહેણ થમતું નથી એમ સમય પસાર થવા લાગ્યો. આરતીના નાનાભાઈની સગાઈ ગોઠવાઈ ગઈ. ઘડિયા લગ્ન ગોઠવાઈ ગયા. એક અડચણ હતી આરતીની ભાભીની પરીક્ષાઓ આવતી હતી પણ લગ્નના કારણે બધા ના પાડતા હતા.આરતીએ લોકોની ઉપરવટ જઈને તેણી ભાભીની પરીક્ષા અપાવી.આ જોઈને આરતીની ભાભીએ ખૂબ આભાર માન્યો. લગ્ન થઈ ગયા હવે, આરતીને થયું કે"મારા ભાઈ ના જીવનમાં અજવાળું પથરાઈ જશે."આરતી ને આટલી ખુશ જોઈને નિખિલને પણ આનંદ આવતો નિખિલ એટલું ઈચ્છતો હતો કે આરતી હમેંશા ખુશ રહે. પણ આરતીના જીવનમાં કુદરતે ખુશી બે પળ માટે આપી હતી. આરતીએ તેના પરિવારમાં નિખિલ અને તેના સબંધની વાત કરી પણ તેના પિતાએ ના પાડી દીધી. બધાં આરતીને કુસુરવાર ઠેહરાવવા માંડયા. આરતીનો શું વાંક હતો?પ્રેમ કર્યો એ એની ભૂલ ને.નિખિલ અને આરતીની જ્ઞાતિ પણ એક હતી. આરતી દરેકને મદદ કરનારી આજે પોતાના જ માટે નોંધારી બની ગઈ.એક દિવસ એવું બન્યું કે આરતી મરવાનો પ્રયાસ કર્યો ત્યાં નિખિલે બચાવી લીધી. આરતી માનતી હતી કે માતા-પિતા રાજી ખુશીથી આ લગ્ન માટે હા પાડે. પણ આ તો આરતી માટે સપનું હતું કે ક્યારેય સાકાર થવાનું ન હતું પણ તેને નિખિલ પર વિશ્વાસ હતો તે વાટ જોશે પણ આરતીએ અડગ મન રાખી  નિખિલને મળવા બોલાવ્યો. નિખિલ તરત જ આરતીએ બોલાવ્યો એ જગ્યા પર આવ્યો. ગભરાયેલો હતો "આરતી એ અચાનક કેમ બોલાવ્યો હશે?આરતી કઠણ હૈયું રાખીને આવે છે. નિખિલ આરતીને જોતા કહે છે,

    શુ થયું? આરતી

આરતી કહે છે,"નિખિલ તું મને ભૂલી જા, મારા પરિવારમાં આપણા સબંધ માટે કોઈ રાજી નથી.તું બીજે સગાઈ કરી લે."

નિખીલ:"હું સાત ભવ સુધી તારી રાહ જોઇશ મેં મારું દિલ તારા માં સોંપ્યું છે તારા સિવાય નિખિલ કોઈનો ન થઈ શકે."

    આરતી મુંજાતી રહી. હવે શું કરવું એક બાજુ પરિવાર છે બીજી બાજુ નિખિલનો પ્રેમ.

        થોડો સમય વિતતો ગયો.આરતીની ભાભી રંગ બદલાવવા લાગ્યાં. આરતીની માતાને હેરાન કરવામાં કોઈ કસર છોડતી નહિ. દીકરો ભગવાને આપ્યો જેથી આરતીની ભાભી અભિમાન આવતું ગયું. તેમ છતાં આરતીની માં બધું સહન કરે પણ આરતીને કઈ વાત કહે નહિ. આરતીને એક દિવસ અચાનક ઘરે આવી જોયું તો સાસુ વહુનો ઝગડો ચાલતો હતો.આરતીએ ભાભી પર થપ્પડ માર્યો કહ્યું,

"મેં તમારો સાથ આપ્યો મારી માં ને દુઃખી કરો છો તમારે શુ તકલીફ કહો,

ભાભી:"અમારે અલગ રહેવું છે તમારી માં ભેગું મને નહિ પોસાય."

આમ આરતી માતા-પિતા સાથે અલગ રહેવા લાગી.આરતીથી આ દુઃખ ન જોવાતું હતું. વિચારતી હતી

"કેવો મારો પરિવાર આજે વિખરાઈ ગયો."

નિખિલ અને આરતી અલગ અલગ જગ્યાએ નોકરી કરવા લાગ્યા. આરતી અમદાવાદમાં પી એચસી માં નોકરી કરતી. અને નિખિલ નરોડામાં શિક્ષકની નોકરી કરતો હતો. પહેલાની જેમ મળવાનું ન થતું.ફોન પર વાત થતી. ક્યારેક વધુ કામકાજના લીધે ન થતી. આરતીની માં કામ કરતા ઢળી પડ્યા. અચાનક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બધા રિપોર્ટ કરવામાં આવ્યા.રિપોર્ટમાં બ્લડ કેન્સર આવ્યું. આરતી તો જાણે દિલથી તૂટી ગઈ.તેણે રજા રાખી માતાની સેવામાં રચીપચી રહેતી. એક દિવસ ખૂબ રડતી ઈશ્વરને યાદ કરતી,"મારા માથે દુઃખના પોટલાં શા માટે  નાખો છો?

ત્યાં અચાનક ફોન વાગ્યોઆરતીએ ઉપાડ્યો કહ્યું, કોણ બોલો?

આરતી આટલું બોલતા  જ સામે થી બોલ્યાં,

"આરતી હું તારી સખી નયના,

આરતી ઘડીક માટે ચૂપ થઈ ગઈ  જાણે ઈશ્વર ફરીસતો બની આવ્યો.

બંને વચ્ચે બે કલાક વધુ વાત ચાલી. આરતીના ચેહરા પર થોડી રોનક આવી.

આમને આમ બને વચ્ચે વાતો સતત થતી.એકવાર નિખિલ આરતીને મળવા બોલાવી. આરતી  નોકરી પરથી ત્યાં જ ગઈ. બંને બેઠા હતા નિખિલ આરતી સાથે વાતો કરતો આરતીનું મન બીજે હતું નિખિલે પૂછ્યું કે,

તારું ધ્યાન ક્યાં છે આરતી?

આરતી હસતાં હસતાં કહે છે મારી નાનપણની સખી નયના ફોન આવ્યો હતો એમાં ખોવાઈ હતી.આરતીએ નયના ને ફોન કર્યો  ત્રણે ખૂબ સારી વાતો કરી. નિખિલને બેન ન હોવાથી નયનાને માનેલી બેન માની આમ આરતી હવે ખુશ રહેવા લાગી. એક દિવસ રાતે આરતી માતાને જમાડતી હતી.અચાનક આરતીની માં નીચે ઢળી પડી. આરતીએ બધાને બોલાવ્યા ત્યાં ડોકટર પણ આવ્યા તપાસતા જ જોયું કે આરતીની માં અવસાન પામ્યાં. આરતીના ચોધાર આંસુ એ રડવા લાગી. ત્યાં સામે જોયું ભાભી મનથી મલકાતાં હતા.આરતી કહ્યું,

"માં મરી ગઈ છે એનું પણ દુઃખ નથી તમને ભાભી."

ભાભી:જેવું કરો એવું ભોગવો"

આરતી બીજું બોલવું ન હતું.આરતીની માં ના અગ્નિદાહ  આપવામાં આવ્યો. બીજું કોઈ સાથ ન આપે પણ આરતી ની સખી રાજકોટ રહેતી હોવાથી આવી ન શકી ફોન કરીને તેણે સાચવી લેતી. નિખિલ પણ ચિંતા કરતો "હવે આરતીની ભાળ કેવી રીતે લેવી ન ફોન કરી શકું ન મળી શકું કેવી વ્યથા."તેણે નયનાએ ફોન કરીને આરતીના હાલ પૂછી લેતો. આવો પ્રેમ ક્યાંક જોવા મળે.

       હવે, આરતીની ભાભી બધા સાથે રહેવા લાગ્યાં. પણ આરતી માં વગરની નોંધારી થઈ ગઈ. સમય જતાં આરતીએ નિખિલ ની વાત કરી ત્યાં જ આરતીનો ભાઈ ઉશ્કેરાઇ ગયો. આરતી બસ એકલી રહી કોઈ સાથ આપનાર ન રહ્યું.

   કેવી દુઃખ ભરી જિંદગી પોતાના ઘરમાં મહેમાન હોય એવું લાગતું. પણ એક જ વિશ્વાસથી જીવતી કયારેક તો મારો પરિવાર સબંધ માટે હા પાડશે.

     બસ, આમને આમ આરતીની જિંદગી દુઃખમાં રોળાઈ ગઈ. સુખ પ્રેમનું હતું પણ પરિવાર માટે દુઃખી હતી. પોતાના ઘરમાં જીવતી પણ છાના ખૂણે રડી પડતી. આને કહેવાય સાચો પ્રેમ. જ્યાં વિશ્વાસ આરતી અને નિખિલમાં જોવા મળ્યા. હજી પણ બને એકબીજાની રાહમાં જીવી રહયા છે.



    "પ્રેમની ઝખનાં"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ