વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું છે પ્રેમ ?

શાને ચિંતા થાય છે બાળપણની

મિત્રતા શું પ્રેમ માં બદલાય છે ?

જખમ એના જોઈને

આંખ મારી નમ થાય છે

હસતો ચહેરો જોઈ એનો

મારું મન કયાં સમાય છે

હે ઈશ્વર શું આને પ્રેમ કહેવાય છે ?

આંસુ આંખના જોઈ એનાં

મન લૂછવાનુ થાય છે

યુવાન થયા પછી પણ

સાથે રમવાનું મન થાય છે

નવરાત્રી ના નવા વસ્ત્રો પહેરી પહેલા

જેને બતાવવા નું મન થાય છે

હે ઈશ્વર  શું આને પ્રેમ કહેવાય છે ?

નાનું ગામને નાની ગલી

ઉચા નીચા ને લાંબા રસ્તા

કોણ જાણે તોય ત્યાથી નીકળવાનું મન થાય છે

મંદિર મઢ બાજુમાં છે

પણ દશૅન ત્યા જ થાય છે

નજર મલે એની તો

લાંબા રસ્તા ટુંકા થઈ જાય છે

આ શું છે જેને જોઈ ને જીવવાનું મન થાય છે

હજી પહેલી ઝાખીમલી નહીં જેની

પણ બાળોતિયા સિવાય છે

આ માં બાળકના પ્રેમ ને

પહેલી નજર નો પ્રેમ કહેવાય

આને જ કદાચ પ્રેમ કહેવાતો હશે

બેનામ અકેલા પંછી

શિક્ષક શ્રી જયોતિબા પરમાર




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ