રસ્તાઓ
અમુક રસ્તા ઉપરથી રોજે ચાલવાથી તે રસ્તાઓ જુના
નથી થતાં.પણ તે રસ્તાઓ સાથે દોસ્તી થઈ જાય છે.
જીવનનાં ઘણાં દિવસો ખુશીઓનાં હોય છે.તો અમુક
દિવસો દુઃખનાં હોય છે. રોજે એકનો એક સમય નથી
રહેતો.
કોઈએ મને કીધું છે.કે દુઃખ વગર સુખ છે. જ નહીં.
હા ! તો તે વાત સાચી પણ છે.
આ દુનિયામાં બધાં લોકો તેની અલગ - અલગ આવડત
ઉપરથી ઓળખાય છે.
કોઈ તેની સ્ટાઈલથી ઓળખાય છે.
તો કોઈ તેના અભિમાનથી ઓળખાય છે.
તો કોઈ તેની સુંદરતાથી ઓળખાય છે.
કોઈ તેના સારાં સ્વભાવથી ઓળખાય છે.
પણ સૌથી સુંદર વાત તો એ છે.કે પોતાના સુંદર સ્વભાવથી ઓળખાવું તે જ મહત્વનું છે.
પણ સુંદર સ્વભાવ પણ હૃદયથી સુંદર હોવો જોઈએ.
મીઠું બોલીને ઉપરથી જ સારો સ્વભાવ હોય તો એ વર્તન
સારું ન કહેવાય.
મને અમુક લોકોનો સ્વભાવ તો હૃદય સુધી પહોંચી જાય
છે.તો તેવા લોકોને હું ક્યારેય નથી ભૂલતી.
હું તેવા સારા સ્વભાવ વાળા લોકોનાં સ્વભાવની મિત્ર
બની જાઉં છું.
મને આ દુનિયામાં લાગણીશીલ લોકો બહુ ગમે છે.
એવું નથી કે અભિમાન વાળા લોકો નથી ગમતાં.
તે લોકોની પણ હું મિત્ર છું. અભિમાન રાખીને જીવવું.
તે પણ એક કુદરતે આપેલી કળા જ છે.
સૌથી સુંદર અભિમાન આપણેને આપણી ઈજ્જતનું
હોવું જોઈએ. તેનાથી વધારે સુંદર અભિમાન બીજું
હોવું જ ના જોઈએ.
પણ હા ! મેં હજુ બહુ ઓછાં પ્રવાસ કર્યાં છે. તેથી મે
આખી દુનિયા તો નથી જોય.પણ જેટલું જોઉં છું.
એટલું હું જરૂર કહી શકું છું.
- K. Rathod.
