મારું આ કાચનું હૃદય
મારી આ સુંદર જિંદગી બહુ સરસ છે.
મને મારી લાઈફ ગમે છે. હું મારી લાઈફની સરખામણી બીજા કોઈની લાઈફ સાથે નથી કરતી.
મને મારી કાસ્ટ પણ ગમે છે. હું મારી લાઈફમાં સારાં લોકોનો બહુ આદર કરું છું.
મારી નજરમાં આ દુનિયા બહુ સારી છે.
ક્યારેક ક્યારેક તો હું પરાયા લોકોને પણ પોતાનાં જ માંનું
છું. પણ હા ! મારું આ હૃદય એકદમ કાચનું છે.
હું બીજાની જેમ સામાન્ય વાતો ને જતી નથી કરી શકતી.
મારી પાસે ઘણી બધી સહેલીઓ છે.
સાથે સાથે મારા બ્યુટીફુલ મમ્મી પપ્પા પણ છે.
પણ તોય ક્યારેક ક્યારેક રૂમ બંધ કરીને રડી લઉં છું.
બધાં કહેતાં હોય છે. છોકરીઓને સાસરે તો જવું જ પડે.
આજ નહીં તો કાલ. પણ જવું તો પડે જ.
ત્યારે મને બહુ રડવું આવી જાય છે.
મને મારી કાચની દુનિયા જ ગમે છે.મારે બીજી દુનિયામાં
નથી જવું.
મારું આ હૃદય તો મમ્મી પપ્પા ને જ પ્રેમ કરે છે.
મે મારી લાઈફ હંમેશા સુંદર જ રાખી છે.
ક્યારેક ક્યારેક સરકારી નોકરીનું ટેન્શન આવી જાય છે.
પણ તોય મારી લાઈફ મને ગમે છે.
મને મારાં વિશે લખવાથી આનંદ મળે છે. તેથી હું
ક્યારેક ક્યારેક મારા વિશે લખીને બધાને શેર કરી દઉં છું.
મને સિંગલ લાઈફ બહુ ગમે છે.
મને લાંબી સફર પણ બહુ ગમે છે. ખબર નથી.હવે
મારી આ લાઈફ કેટલાં સમય કાચની રહેશે.
કાશ ભગવાન આપણી લાઈફ આવી જ રીતે રાખતાં હોય તો આખી લાઈફ કેટલી સુંદર રહે.
હું જ્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.
ત્યારે મને ખબર જ ન હતી.કે ઘરનું કામ કોને કહેવાય તે.
મને તો અમારાં સર પાસેથી જાણવા મળ્યું હતું.
કે છોકરીઓને ઘરનું કામ પણ શિખવાનું હોય.
ત્યારે મને નવાઈ લાગી હતી.કે ઘરનું કામ છોકરીઓને
થોડી કરવાનું હોય તેને તો સાસરે જઈને ઘરકામ કરવાનું હોય. પણ મને એ ન હતી ખબર કે પહેલાં મમ્મી પપ્પાના
ઘરેથી શિખવાનું હોય તે.
પણ હા ! મે મારી લાઈફમાં એમ. એ. પુરું કર્યાં પછી જ
રસોઈ શિખવાનું શરૂ કર્યું. મને રસોઈ કરવી બહુ ગમે.
પણ રોજે નહીં. ક્યારેક ક્યારેક જ ગમે છે.
પણ મને તો મારી સ્કૂલવાળી લાઈફ અને કોલેજવાળી
જિંદગી જ ગમે છે.પણ રોજે આવી લાઈફ નથી મળતી.
મને છોકરાંઓની લાઈફ બહુ ગમે છે. છોકરાંઓને
તો આખી લાઈફ મમ્મી પપ્પા સાથે રહેવા મળે છે.
મને 20 વર્ષની ઉંમર સુધી દુઃખ કોને કહેવાય તે જ ખબર ન હતી.
પછી બારની દુનિયા જોયા પછી ખબર પડી કે અહીંયા તો બધાં દુઃખોથી જ ભરેલાં છે.
ક્યારેક ક્યારેક એમ થાય છે. બસ ત્રીસ વર્ષ સુધી જ
જીવવું છે. મારી આ કાચની દુનિયા આવી જ રીતે
વિતાવવી છે.ત્યાં સુધીમાં જ બધાં સપનાં પૂરાં કરી
લેવા છે.
કાચની લાઈફ બસ કાચની જ રહેવી જોઈએ.
બસ આટલું જ મારું જીવન છે.
મારાં સપનાંઓ ઘણાં ઊંચા છે. પણ પગથિયાં
વધારે છે. મંઝિલ ઘણી દુર છે. પણ હું બસ ચાલતી જઉં છું. આ સફરમાં હું ખાલી રણમાં એકલી ચાલીને જઉં છું. મારી કાચની લાઈફ સાથે ખુશી ખુશી......
- કે. રાઠોડ
