વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમૂહ લગ્ન એક અભ્યાસ

સમૂહ લગ્ન એક અભ્યાસ  



    કોલેજ માં ભણતી કાવ્યા લાઈબ્રેરી માં એક બુક વાંચી રહી હતી .અને વાંચતા વાંચતા એનું ધ્યાન સામે નાં ટેબલ પર બેઠેલી માલ્યા પર ગયું .

 માલ્યા દેખાવે ખૂબ સુંદર હતી અને સ્વભાવે પણ સારી હતી જેની સાથે વાત કરતી એને જાણે પોતાના કરી લેતી .પછી છોકરી હોય કે  છોકરો ..

 અને અનાયાસ જ માલ્યા પણ કાવ્યા સામે જ જોતી હતી ..અને બંને હસી પડ્યા .ત્યાંથી વાંચન પૂરું કરીને બેઉ સાથે નીચે આવ્યા અને એકબીજા નો પરિચય પણ આપ્યો ...કાવ્યા અને માલ્યા બેઉ એક જ કોલેજ માં ભણતા હતા એથી દોસ્તી સારી એવી જામી ગઈ ..

   એક દિવસ માલ્યા એ કાવ્યા ને પૂછ્યું ;

કાલે મને છોકરો જોવા આવવાનો છે.. અને બે સહેલી વાતો એ ચઢી ...

 માલ્યા કહે આ કેવી રીત કહેવાય ?

છોકરો જ કેમ છોકરી ને જોવા જાય અને એમાં પણ પાછું જો છોકરા વાળા તરફથી જો હા આવી જાય તો છોકરી ને બધા પરાણે હા પાડવા 

મજબૂર કરે છે . હા , કાવ્યા કહે છે કે એના સિવાય બીજું સારું હવે નઈ મળે ...

    પછી તો એક શરૂ થઈ જાય લગ્નની વાતો ...

એમાંય પાછા સમૂહ લગ્ન કરવાના છે ...

    *સમૂહ લગ્ન* તો કરવા જ જોઈએ એવું એક પંચાયત માં ફરમાન થયું હતું ...

એના ઉપર  એક *અભ્યાસ* મુજબ એ રિવાજ સારો સાબિત થયો છે ...એક સાથે એક જ માંડવા નીચે આટલા બધા જોડા ઓ પરણવા બેસે અને જેટલા જોડા હોય એટલા પરિવાર નાં સગા પણ હોય અને એમાંય પાછા સગપણ થઈ જાય . આ  નિયમ અનુસાર જોવા જઈએ તો સમૂહ લગ્ન માં ધણા બધા નાં સગપણ થાય છે અને નથી પણ થતાં ...

    હવે તો ભણવામાં પણ બધા જ હોશિયાર હોય અને આગળ વધી ને  નોકરી પણ કરવાની હોય એવામાં પરણવાની ઉંમર નીકળી જાય એટલે જ આગળનો જમાનો પણ સારો હતો અને રિવાજ પણ સારા હતા ..

    ટુંક માં *સમૂહ લગ્ન* - *એક અભ્યાસ*

સફળ પણ ગણાય છે .એનું કારણ એ પણ છે જે જ્યારે સમાજ નાં જ વડીલો તરફ થી જે સમૂહ લગ્ન ગોઠવાય છે એમાં જ કેટલાક નવા  (જોડા )

 સગપણ થવાની સંભાવના વધી જાય છે ...

            હું છાયા ખત્રી " યાત્રી "

                    હાલ ઓસ્ટ્રેલિયા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ