વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી ભાષા ગુજરાતી

મારી માતૃભાષા: ગુજરાતી

મને ગર્વ છે કે હું ગુજરાતી છું મારી ભાષા ગુજરાતી છે,હું હાલમાં ઓસ્ટ્રેલિયા માં છું હું જ્યાં રહુ છું ત્યાં બધીજ કન્ટ્રી ના લોકો રહે છે,પણ આ એરિયામાં સહુથી વધારે ગુજરાતી છે,એટલે લેન્સડેલ એરિયા ગુજરાતી વિસ્તાર તરીકે ઓળખાય છે,અહીં તમે કયા ગામના છો એવું કોઈ જોતું નથી પણ તમે ગુજરાતી છો તો પરદેશ માં આપણા જ કહેવાય,અહીં એક બાગ છે ત્યાં બધા ગુજરાતી સાંજે છ વાગે આવે બધા ઉંમર વાળા બાળકોને રાખવા આવેલા માં બાપ સગાઓ બધા સાંજે ભેગા થઈ બેસે મજાની વાતો કરે

નાસ્તા પાર્ટી કરે મંદિર જાય ને મહિનામાં આ3ક વાર સાથે ફરવા જાય હું પોતે પણ ગાર્ડનમાં જાવ ત્યારે મને એવું લાગે કે હું પરદેશ માં નહીં જાને ગુજરાત માં છું મારુ ગુજરાત મારી પાસે છે, બધા ગુજરાતી બોલે પોત પોતાના ગામોની અલગ અલગ લેહકા વાળી ભાષાબોલે અહીં બધુજ અંગ્રેજી માં છે ત્યારે ગુજરાતી મળે તો આનંદ તો થવાનો


અહીં મોલમાં ખરીદી કરવા જાવ ત્યારે કોઈ ગુજરાતી  છોકરો કે છોકરી કામ કરતા હોય મોલમાં અને આપણને જોવે કે ગુજરાતી છે તો તરતજ ગુજરાતી માં બોલે આન્ટી તમે ક્યાંથી છો, તરત આપણી સાથે વાત કરે પરદેશ માં પણ ગુજરાત વસી ગયું છે,ગુજરાતી ઓની બોલી ને એમની વેપાર ધંધા ની આવડત ખાસ આકર્ષણનું કેન્દ્ર છે,એટલેજ આપણી માતૃભાષા એ માતૃભાષા નથી.....


માતૃભાષા એ માત્ર ભાષા નથી, પણ માતાનું મમતાળું આંગણું છે, જ્યાં શબ્દો આપણા હૃદય સાથે જોડાઈ જાય છે. મારી માતૃભાષા ગુજરાતી છે, જે મને ન માત્ર અભિવ્યક્તિ આપતી ભાષા છે, પણ મારી ઓળખ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ પણ છે.


ગુજરાતી ભાષાનું ઇતિહાસ શાનદાર છે. તે મહાકવિ નરસિંહ મહેતા, દયારામ, અને નર્મદ જેવી મહાન હસ્તીઓની ભાષા છે. ગાંધીજીએ આ ભાષાને ‘મધુર ભાષા’ તરીકે વખાણેલી. ગુજરાતી માત્ર એક ભાષા નથી, પણ એક સંસ્કૃતિ છે, જેમાં સાહિત્ય, કવિતા, નાટક અને લોકસાહિત્યની અમૂલ્ય ધરોહર રહેલી છે.


ગુજરાતી ભાષાની વિશેષતા એ છે કે તે સરળ અને મીઠી છે. તે ભાષા વાતચીત માટે સરળ છે, પરંતુ તેમ છતાં, તેમાં કાવ્યરસ અને ભાષાની સંસ્કૃતિલક્ષી ગંધ પણ પ્રચુર પ્રમાણમાં છે. ગુજરાતી ભાષા વિશ્વભરમાં પ્રસરી છે, અને ઘણા દેશોમાં ગુજરાતીઓ આ ભાષાને જીવંત રાખી રહ્યા છે.


આજના આધુનિક યુગમાં, અંગ્રેજી અને અન્ય ભાષાઓનો પ્રભાવ વધ્યો છે, પરંતુ માતૃભાષાની વિશિષ્ટતા ક્યારેય ઓછી થતી નથી. માતૃભાષા આપણા વિચારો અને લાગણીઓની શ્રેષ્ઠ અભિવ્યક્તિ માટેનું સશક્ત માધ્યમ છે. તેથી, આપણું ફરજ છે કે આપણે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજીએ અને તેને આગળ ધપાવીએ.



ગુજરાતી એ મારી ઓળખ છે, મારી લાગણી છે. આપણે જો ગુજરાતી ભાષાને સાચવીશું અને પ્રોત્સાહન આપશું, તો આવનારા પેઢીઓને પણ આ ભાષાની મીઠાશ અને મહત્ત્વ સમજાશે. માતૃભાષાની ગૌરવશાળી પરંપરાને આગળ વધારવી, તે આપણું નૈતિક કર્તવ્ય છે.


મારી દીકરીને ત્યાં ઓસ્ટ્રેલિયા માં દીકરાનો જન્મ થયો એટલે હું નાની તરીકે એની કેર કરવા ગઈ હું મારી દીકરી ના દીકરાને રાધે રાધે જયશ્રી કૃષ્ણ બોલતા શીખવાળું પણ હું એને વેન ટુ એપલ અંબરેલા શીખવાળું ત્યારે મારી દીકરી કહે મમ્મી એને ગુજરાતી માં શીખવાડ અંગ્રેજી તો એને આવડી જશે અહીંની સ્કૂલમાં જશે એટલે પણ એને ગુજરાતી શીખવાડ ગુજરાતી બોલવું ને લખવું ને વાંચતા આવડતું જરૂરી આ છે આપણી ભાષા નું પ્રભુત્વ  .


નયના પટેલ   નૈન.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ