વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના કરો ના કરો ના

કોરોના ..... કરો ના કરો ...

        પાણી વહી જાય એ પહેલાં પાળ બાંધવી જોઈએ .... વડીલો કહેતા ગયા ને આપણે નજરઅંદાઝ કરતા તેમની વાતો ને ..તેમના નિયમો ની અવગણના કરતા ગયા ..વડીલો ની વાતો ને જો માનતા હોત તો આ કોરોના ના આવેત્ત માનવીઓ પાસે ...જીવદયા ને અનુસર્યા હોત તો આ દિવસ ના આવતા...

          આ ગંભીર હાલત ની સારવાર એક જ છે ... સૂક્ષ્મ જીવો ની પણ  જયણાં કરતા જાવ ... વારંવાર મુલાકાત નમસ્કાર થી કરો ..હાથ ને સાબુ થી ધોવા... પાણી ગરમ કરી પીવું... મોં પર રૂમાલ કે માસ્ક પેહરવો ... બને એટલું સજાગ રહી ....

           આ પરંપરાઓ વર્ષો થી ચાલતી હતી .... પણ મોબાઇલ ના યુગ માં આપણે નજરઅંદાઝ કરતા ગયા ... પેહલા કોઈ ને હાથ મેળવો એટલે અજુક્તું લાગે ....કોઈને એકદમ અડવું અજુકતું લાગતું હતું ..પણ અત્યારના જમાનામાં લોકો સાથે ગાલ થી ગાલ લગાડવા ...જાહેર માં ગળે મળવું ...આમ વાત બનતી હતી ...કોઈની એઠી ડિશ માંથી ખાવું ... મોડા સુધી ખુલી રહેલી વસ્તુ આરોગવી, અજાણી શાકભાજી , ફળો , વગેરે જેવી વસ્તુ ઓ આરોગવી ..

         સૂરજ ઊગ્યા કેટલાય કલાકો પછી સવાર પડવી , દિવસ દરમિયાન અનિયમિત સમયે ખાવું , અનિયમિત જીવનશૈલી અપનાવી ... દિવસે મોડા ઉઠવું રાત્રે મોડા સૂવું કોઈક વાર હોય તો અલગ છે પણ નિયમિત આમ કરવાથી જીવન ની આવરદા ઓછી થાય છે.

     પાક થયા રસાયણિક થી ભરપુર, માણસ થયા લાચાર , માંસાહારી વાનગી આરોગતા પશુ પક્ષી અને પ્રાણી ના રોગો મળ્યા ભેટમાં ..... હવે હે માનવ બસ આપના પુર્વજો ને વડીલો ના નીતક્રમ ને અનુસરો જીવનમાં સુખ શાંતિ મળશે ... કોરોના તો શું એના જેવા  પ્રકાર ના રોગ પણ દૂર થઇ જશે .... ચૈતાલી શાહ ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ