વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજના યુગના ભગવાન

It's true dear 100%

     વૈદ્ય નું બીજું રૂપ એટલે ડોક્ટર .... વૈ -વિશ્વ નું માનવરૂપી

                                                    ધ -ધન

           ભગવાન કેવા હશે એ કોઇ માનવી એ જોયા નથી .પરોપકાર , પુણ્ય , જ્ઞાન , વિશારદ , અહિંસા , જીવદયા ,

કરો ભગવાન મળશે , મોક્ષ મળશે , પણ આ જેવો ડોક્ટર રૂપી ભગવાન મળ્યા છે એમની કિંમત કેમ ઓછી આંકીએ કે જેવો આ કોરોના વાયરસ જેવા જીવલેણ રોગો ની સામે દર્દીઓ નો ઈલાજ કરી રહ્યા છે. જેમનો આપણા જેમ પરિવાર પણ છે . તેમને પણ કુટુંબ ની ચિંતા છે .આપને એમ માનીએ છીએ કે એમને રૂપિયા આપીએ છે .પણ વિચાર કર્યો ...ભલ ભલા વ્યવસાયો બંધ કરી દેવા માં આવ્યા છે સ્કૂલ, કોલેજો, જાહેર સ્થળો વગેરે વગેરે ..... પણ દવાખાના માં તો લાઇન જોવા મળે છે . એ ડોક્ટર ને રૂપિયો કરતા જીવ વ્હાલો નહિ હોય ? કેમ આજે મંદિરો , મસ્જિદો, દેવાલયો, બંધ કર્યા છે .... ઇશ્વર,અલ્લાહ,  ભગવાન આગળ માથું ભલે નમાવો .. પણ ખરા સમયે ભગવાન નું પ્રતિબિંબ લઈને આવેલા ડૉક્ટરો,  કે જેઓ સંકટ સમયે આપના સમાજની રક્ષા કરવા ૨૪ કલાક હાજર છે ...આપણે પાછળ બોલીએ કે ડૉક્ટરો ને જલસા ...ગાડીઓ , એસી, આરામ , મોટા મોટા બંગલાઓ , અરે ભલા વિચારો કે એમને માથે સમાજ ને સાજો  રાખવાનો, તંદુરસ્ત રાખવાની જવાબદારી ડૉક્ટરો ના હાથ માં છે...

ભગવાન કે અલ્લાહ પાસે દાન પેટી મુકી હોય છે ને માત્ર માણસ ના રૂપ છે , એમનો વ્યવસાય છે એ પણ કેવો સેવાભાવી છે એમના કુટુંબ ના ભરણપોષણ કરવા  આપની પાસે ફી લે છે .મેડિકલ સ્ટોર વાળા દવાની કિંમત લે છે ....રાતદિવસ ચાલુ રાખે જેથી દર્દી પાછો ના વળે . ...કેટલી ચિંતા ...અડધી રાતે આપની તકલીફ લઈને એમના દવાખાને પોહચી જઈએ છે ...એમનું પણ કુટુંબ હોય છતાંય ....આપનો ઈલાજ કરવા દોડી આવે છે ... જીવ નું જોખમ કેટલું ડૉક્ટરો ને જીવ બચે તો દુઆ ને  ન બચે તો!!! અરે કર્મો ને આધારે  જીવન મૃત્યુ નિશ્ચિત હોય છે ....પરોપકાર ડૉક્ટરો ને મેડિકલ વિભાગ ના તમામ પ્રકારના  જોડાયેલ માણસો  નો વ્યવસાય છે ...ડૉક્ટરો પ્રસાદ રૂપી દવા આપે છે. ગંગા જળ રૂપી ઇન્સ્યુલીન ને દર્દ્દી ને બોટલ ચડાવે છે . સાજા થવા ના બધા પ્રયાસો છે ક સુધી કરે છે .... એ જ એમનો આશીર્વાદ આપે છે ..... એમના પરિવાર ને પણ બીજું પ્રાધાન્ય આપે એવું રૂપ એટલે ડોકટર , અત્યારની કોરોના જેવા રોગ માં સ્પર્શ ની પણ ના પાડે છે , તેવા સંજોગો માં જીવ પર ખેલી ને પણ દર્દી ને તપાસે .....કેટલી પરોપકાર ની ભાવના .... ભગવાન સાચા  અર્થ માં જ ડોક્ટર ના રૂપમાં છૂપાયેલા છે..... મારા જેવા તમામ નાગરિક ને વિનંતી કે આવા સમાજ માં રહેલા ડૉક્ટરો ની  સાચા અર્થ માં એમનો  ઉપકાર માનવો જોઈએ ....વિશ્વ માં જ્યારે આટલા મોટા રોગ ની સામે લડત આપી દર્દી ઓ ની સારવાર આપવા તમામ ડોક્ટર વર્ગ સાથે મેડિકલ જગત માં જોડાયેલ તમામ સમાજ ના નાગરિકોને  મારા એટલે કે ચૈતાલી ના  વંદન ...

                   ચૈતાલી.....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ