હું કોરોના છું
હું કોરોના છું
મને બહુ જ બીક લાગે છે કેમકે હું (કોરોના ) ભારતમાં પોતાનો પગ પેસારો કરવા આવ્યો છું. મને ભારત જેવા દેશમાં મારો પ્રકોપ ફેલાવવો થતા મુશ્કેલ લાગે છે ...
પણ જો ભારતના લોકો મારી ગંભીરતા ના લે અને મારી મજાક ઉડાવે ને ૨૨/૦૩/૨૦૨૦ , રવિવારે બહાર નીકળે તો હું તેમને મારી જપેટ માં લઇ લઈશ. મારું કામ સરળ થઇ જશે.
મને ડર છે કેમકે મને મારવા માં મોદીજીએ જનતા કરફ્યુ લગાવ્યું છે . જો કોઈ ઘરથી બહાર ના નીકળ્યું તો હું અસ્તિત્વ વિહોણો થઈ જઈશ, મને ભારત વાળા નહિ આવા દે.
ચીનમાં તો તમને ખબર જ હશે , મેં તો શું શું કર્યું ઈટલી શું વિશ્વ ને જાપેટ માં લઇ લીધું .. હવે હું ભારત માં હું પણ મને બીક લાગે છે કે જનતા કરફ્યુ જો કારગર રહેશે તો હું નહિ બચી શકું , બપોરે ૫ વાગ્યા માં શંખનાદ , તાળી ઓ ના ગડગડાટ સાથે મેડિકલ લાઇન ના અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓ ને બિરદાવી દેશે.... હું ૧૨ કલાક સુધી ટકી રહ્યું છું . જો આ સમય માં મને કોઈ નવો વ્યક્તિ નહિ મળે તો હું મરી જઈશ .. બધો ખેલ મારો ખતમ ....હું પણ ખતમ ....
Stay home ....be positive .....
Chaitali shah
