વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બદરીનાથ અને કેદારનાથ

૧. બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામનું રહસ્ય:


સ્થાન: બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે વસેલું છે. આ ચાર ધામોમાંનું એક છે અને ભગવાન વિષ્ણુના અવતાર ‘બદ્રીનારાયણ’ને સમર્પિત છે।

 એવું માનવામાં આવે છે કે નારદમુનિ અહીં તપ કરતાં હતાં, પણ  ઠંડીને કારણે તેમને ઘણી મુશ્કેલી પડી ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને શરણ આપવા માટે પોતે જ બદ્રી વૃક્ષ રૂપ ધારણ કર્યું અને તેમની રક્ષા કરી. તેથી અહીં ભગવાનને "બદ્રીનારાયણ" તરીકે ઓળખવામાં આવે છે,


 બદ્રીનાથ ધામને દેવતાઓનું નિવાસસ્થાન પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં આ સ્થળને “મુક્તિનું દ્વાર” કહેવાયું છે।


નર-નારાયણની તપોભૂમિ: ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ રૂપે અહીં હજારો વર્ષો સુધી તપ કર્યું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને પૃથ્વી પર પાપમુક્તિનો માર્ગ ખુલ્યો,


 મંદિર પાસે એક ગુપ્ત દરવાજો હોવાનો પણ ઉલ્લેખ છે, એવી માન્યતા છે કે કલિયુગના અંતે જ્યારે પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન વિષ્ણુ આ દરવાજા માંથી પ્રગટ થશે અને સત્યયુગની શરૂઆત કરશે।




૨. કેદારનાથ ધામનું રહસ્ય:


 કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને પંચકેદારોમાં મુખ્ય સ્થાન ધરાવે છે,




 મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના પાપોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની ક્ષમા માગવા હિમાલય ગયા. પરંતુ શિવજી તેમના પર રોષિત હતાં અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને કેદારની પહાડીઓમાં નંદી (બૈલ) સ્વરૂપે છુપાઈ ગયા।


પાંડવોને શંકા ગઈ અને ભીમે વિશાળ રૂપ ધારણ કરીને બે પહાડો વચ્ચે ઊભો રહીને નંદી સ્વરૂપે શિવજીને રોકવાનો પ્રયાસ કર્યો. જોર પાડતાં બૈલનું શિર ભાગ નેપાળમાં “પશુપતિનાથ” તરીકે પ્રગટ થયું અને પીઠનો ભાગ કેદારનાથમાં. આજે મંદિરમાં પૂજાતો પિંડ (પીઠ) એ જ છે।


જલપ્રલયનું રહસ્ય (૨૦૧૩): ૨૦૧૩ની વિનાશક બાઢમાં સમગ્ર કેદારનાથ વિસ્તાર વિનાશ પામ્યો, પરંતુ ચમત્કારસર તરીકે મંદિર અખંડ રહ્યું. મંદિરના પાછળ એક વિશાળ શિલા આવીને અટકી ગઈ, જેને આજે “દિવ્ય શિલા” કહે છે, 


શિવના ચમત્કારી સ્થાન: માનવામાં આવે છે કે કેદારનાથમાં જે કોઈ શદ્ધ હૃદયથી પ્રાર્થના કરે છે, ભગવાન શિવ જરૂર પ્રસન્ન થાય  છે. આ સ્થાન મૃત્યુ બાદ મોક્ષનું દ્વાર પણ ગણાય છે।




નિષ્કર્ષ:


બદ્રીનાથ અને કેદારનાથ માત્ર તીર્થસ્થળ નથી, પણ તેઓ દિવ્યતા, રહસ્ય અને મોક્ષના કેન્દ્ર છે. આ ધામો આધ્યાત્મિક શક્તિથી ભરપૂર છે અને હજારો વર્ષોથી સાધુ-સંતોની તપભૂમિ રહ્યા છે. અહીંના રહસ્યો, ચમત્કાર અને પુરાણોમાં ઉલ્લેખિત કથાઓ અમને આ વાતનો અનુભવ કરાવે છે કે આ સ્થાનો પૃથ્વી પરના દૈવી લોકની ઝાંખી છે।




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ