વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્મ નો સિધ્ધાંત એક વિશ્લેષણ

“ચોર ઉચ્ચક્કે નગરશેઠ ઔર પ્રભુભક્ત નિર્ધન હોંગે,” આ તો “ગોપી” ફિલ્મ નું ગીત છે. જો ગોપી જ કૃષ્ણના
“કર્મનો સિધ્ધાંત”ની મજાક કરતી હોય તો આપણે પણ એક વ્યંગકથાના અંદાજમાં જોઈએ.
જુની કહેવત છે કે “સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય”, નવી કહેવત છે. વોટસ અપ યુનિવર્સીટીમાં કહેવાતા ધાર્મિક લોકોના કર્મ પર ઘણા મેસેજ વાંચ્યા. પછી એક મિત્રનો ફોરવર્ડેડ મેસેજ વાંચ્યો જે તેમણે સમજ્યા વગર જ ફોરવર્ડ કર્યો હશે ! એટલે મને થયું કે હું પણ બહતી ગંગામાં ડુબકી લગાવી દઊ ચાલો મિત્રનો મેસેજ સાંભળીએ. !!! અને કેટલાક દ્રષ્ટાંત પરથી કર્મના સિધ્ધાંત નું વિશ્લેશણ કરીએ.!! મિત્રનો વોટસ અપ મેસેજ હિંદીમાં નીચે પ્રમાણે હતો
कर्म की थप्पड़ इतनी भारी और भयंकर होती है कि
हमारा संचित पुण्य कब जीरो बेलेन्स हो जाए पता भी नहीं चलता है।
पुण्य खत्म होने बाद समर्थ सम्राट को भी भीख मांगनी पड़ती है ।
इसलिए जब तक पंचेन्द्रिय सही सलामत है, स्वास्थ्य अच्छा है, बुढ़ापा दस्तक न दे,
उससे पहले सत्कर्म करके पुण्योपार्जन कर लीजिए । यह जीवन का कटू सत्य है.
"कर्म" एक ऐसा रेस्टॉरेंट है जहाँ ऑर्डर देने की जरुरत नहीं है, हमें वही मिलता है जो हमने पकाया है.. આ મેસેજ વાંચી મને આ વ્યંગ કથા લખવાનુ મન થયુ.

                  (1)આ ઉપરનો  મેસેજ મોકલનાર મિત્રની પોતાની રેસ્ટોરન્ટ છે. અને તેમની રેસ્ટોરન્ટમાં ભાજીપાઊ ખાધા પછી મને ઝાડા-ઉલટી થઈ ગયેલા. કદાચ મારા આંતરડા તેમના શાકભાજી પચાવી નહી શક્યા હોય. મને થયુ કે જોઉ તો ખરો કે તેમને શું કર્મની થપ્પડ મળી ? પણ તેમને કશુ થયુ નહોતુ કારણકે તેઓ પોતાના રેસ્ટોરન્ટનું ખાતા જ નહોતા.!!
           (2)બીજા એક મિત્રનો મેસેજ મળ્યો.”જેવું કરશો તેવું પામશો” સ્ત્રી સન્માન કરશો તમને વળતરમાં સન્માન મળશે અને કુટુંબમાં શાંતિ થશે , તેમને ભૂતકાળમાં સ્ત્રીનું કેટલુ અપમાન કર્યુ હતુ તે તેમને પણ યાદ નથી . તો શું કર્મનો સિધ્ધાંત ખોટો હશે ?? !! .
     (3)જો માર્ગ અકસ્માતમાં ચાલતા માનવીને ટક્કર મારીને કોઈ કાર ” હિટ એન્ડ રન” ભાગી જાય અને ચાલનાર ને ફ્રેક્ચર થાય,તો ગીતાનું જ્ઞાન મેળવીને બનેલા દાદા ભગવાન (અંબાલાલ પટેલ) કહે છે ”ભોગવે તેની ભૂલ” અહીં કર્મના સિધ્ધાંત થી વાત વિપરિત બની કર્મ તો કર્યું કારવાળાએ અને ફળ ભોગવ્યુ નિર્દોષ રાહ પર ચાલનારે ...!!
     (4) ચાઈના વાળા એ ચામાચિડીયાનો સુપ પીધો અને કોરોનાની મહામારીમાં મારી કામવાળી બંધ થઈ ગઈ અને મારે ઝાડુપોતા કરવા પડ્યા.તો આમાં મને કર્મનો સિધ્ધાંત સમજાવો.
    (5) ધીરુભાઈ અંબાણી એ સરખે ભાગે મિલ્કત બે દિકરામાં વહેચી તો અનીલ અંબાણી લેણુ કરે અને મુકેશ અંબાણી લેણુ ચુકવે . આમા “જે કરે તે ભરે “ એ નિયમ નું શું થયું ??
   (6) અગાઉ ન્યુટન નામના ઋષિ થઈ ગયા જેમણે કહ્યુ” આઘાત અને પ્રત્યાઘાત સમાન અને સામસામે હોય છે” જેના પરથી cause and effect એટલે કારણ-કાર્ય-પરિણામનો વૈજ્ઞાનિક સિધ્ધાંત અસ્તિત્વમાં આવ્યો . જેને આપણે કર્મ અને કર્મફળમાં પરિવર્તન કર્યો . અગાઉ બીજા ઋષિ ડાર્વિન થઈ ગયા તેમણે કહ્યું”” સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ” એટલે બળવાન, કાર્યક્ષમ સંઘર્ષ કરી શકે છે ધનિક બને છે . ગરીબ પુર્વજન્મ ના પાપથી બનતો નથી .
       (7) સૃષ્ટિમાં ગીતાના કર્મનો સિધ્ધાંતમાં માનનારા, એકલા હિન્દુઓ જ રહેતા નથી પણ યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મ પાળનારા લોકો પણ રહે છે તો શું તેમને કર્મનો સિધ્ધાંત લાગુ પડે નહી?? અને ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠ,દાન- યજ્ઞ થાય છે. છતાં સૌથી વધારે ગરીબી, ભુખમરો , ભષ્ટાચાર ભારતમાં જ જોવા મળે છે. કેમ? શું એવુ તો નથી કે ખરાબ કર્મ વાળાને કર્મફળ ભોગવવા ભારતમાં જ જન્મ આપવો.એવું ચિત્રગુપ્તે નક્કી કર્યુ હોય. જેમ અંગ્રેજો કાળા પાણીની સજા માટે આંદામાન-નિકોબારના ટાપુમાં મોકલતા .
                         આપણે ભગવદગીતાને કોર્ટમાં શપથ લેવા અને ઘરમાં પૂજા કરવા માટેની પોથી બનાવી દીધી અને અને અધકચરુ જ્ઞાન ધરાવતા લોકો , ગીતાના બે ચાર શ્લોક ગોખી નાખીને લોકોમાં જ્ઞાની હોવાની છાપ ઉભી કરવા લાગ્યા. “વિચાર-વાણી-વર્તન ના ત્રણ તબક્કા” ધરાવતા કાર્યને લાગુ પડતો, કર્મનો સિધ્ધાંત , લોકોની વાતો પૂરતો જ રહી ગયો. અને વાતોના વડા બની ગયો છે પણ વાતોના વડાથી પેટ થોડુ ભરાય છે.
                  સંત કબીર કહ્યું છે “બોયા પેડ બબુલ કા તો, આમ કહા સે હોય ?? અને નિવૃત જજ હિરાલાલ ઠક્કરે એક બુક લખી “ કર્મનો સિધ્ધાંત” જેવું કર્મ કરશો તેવું ફળ પામશો. અને સંચિત કર્મના અઘરા સિધ્ધાંતમાં ધર્મભીરુ પ્રજાને ઉલઝાવી નાખ્યા.. આ પુસ્તક બહુ પ્રચલિત બન્યું અને સાચા-ખોટા કર્મ કરનારા બધા તેનો ઉલ્લેખ કરવા લાગ્યા અને કથાકાર ને કમાણી કરવાનું સાધન બની ગયો. . આમ કર્મનો સિધ્ધાંત વ્યાપક સ્વરૂપમાં આળસુ માણસોને પણ આશ્વાસન આપનાર બની ગયો. !!
               લે.ડો.શ્યામ ચૌહાણ પ્રોફેસર રેડિયોલોજીના અંગત વિચારો ના આધારે....

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ