પરાકાષ્ટા
"પરાકાષ્ઠા "
એક એવો અનુભવ કે જેની હદે પહોંચવું એ પોતે એક વિજ્ઞાન છે.
જ્યાં લાગણીઓની પરાકાષ્ઠા હોય, ત્યાં પ્રેમ અજમાતો નથી , વહેતો રહે છે.
જ્યાં દુઃખની પરાકાષ્ઠા હોય, ત્યાં પીડા પણ સ્તબ્ધ થઈ જાય છે.
જ્યાં આનંદની પરાકાષ્ઠા હોય, ત્યાં શબ્દ પણ મૌન ધારણ કરી લે છે.
પરાકાષ્ઠા એ માત્ર ઊંચાઈ નહીં,
એ અંતિમ બિંદુ છે , જ્યાંથી પાછા ફરવું શક્ય નથી.
પ્રેમની પરાકાષ્ઠા હોય તો મર્યાદાઓ તૂટી જાય,
અહંકારની પરાકાષ્ઠા હોય તો સંબંધો તૂટી જાય.
કોઈ પણ ભાવના જ્યારે પોતાની મર્યાદા પાર કરે,
ત્યારે એ પરાકાષ્ઠા બનીને જીવનને બદલી નાખે.
બસ આવી પરાકાષ્ટા જ્યારે ઈશ્વર માટે થવા લાગે ત્યારે સમજવું જીવનનો ઉદ્ધાર થઈ ગયો
"પરાકાષ્ઠા"
બસ આવી પરાકાષ્ઠા જ્યારે ઈશ્વર માટે થવા લાગે,
ત્યારે સમજવું કે જીવનનો ઉદ્ધાર થઈ ગયો,
કારણ કે જ્યાં ભક્તિ પોતાની મર્યાદા ખોઈ દે છે,
ત્યાં ઈશ્વર પણ પોતાને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી.
જ્યાં આરાધનાની પરાકાષ્ઠા હોય,
ત્યાં પ્રાર્થનાઓ બોલવામાં નહીં , શ્વાસોમાં વસે છે.
જ્યાં શ્રદ્ધાની પરાકાષ્ઠા હોય,
ત્યાં કાયમ શંકા ઓગળી જાય છે.
જ્યારે પ્રેમ, ત્યાગ, કરુણા અને વિશ્વાસ ,
સાંકળાઈને ઈશ્વર સુધી પહોંચે,
ત્યારે દરેક કામ સ્વયં સાધના બની જાય છે,
અને દરેક ક્ષણ , એક તપ થઈ જાય છે
પરાકાષ્ઠા એ છે જ્યારે "હું" અસ્તિત્વ ગુમાવી દે,
અને "તું જ સર્વોપરિ અને સર્વવ્યાપી"
એવા ક્ષણે મન નહિ, આત્મા બોલે છે.
એવા ક્ષણે રસ્તાઓ નહિ, પણ રહેમત ચાલે છે.
પરાકાષ્ઠા એટલે,
જ્યાં તું ઈશ્વરને નહીં શોધે,
પણ ઈશ્વર તારે મા આવીને તને શોધે.
ઇશ્વરે તને શોધતો આવે એવી ભક્તિ એટલી એના માટે પ્રેમની પરાકાષ્ટા જ્યાં જીવ શિવમય થઈ જવો...
