વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાવભાજી

જરૂરી સામગ્રી:

ભાજી માટે:

બટેટા – 3 મધ્યમ (ઉકાળેલા)

ફૂલકોબી – 1 કપ (નાની કાપેલી, ઉકાળેલી)

લીલા વટાણા – ½ કપ (ઉકાળેલા)

ગાજર – ½ કપ (નાની કાપેલી, ઉકાળેલી)

ડુંગળી – 2 મધ્યમ (બારીક સમારેલી)

ટામેટાં – 3 (બારીક સમારેલા)

શિમલા મરચા – 1 (બારીક સમારેલો)

આદુ-લસણ પેસ્ટ – 1 ચમચી

લીલા મરચાં – 1 (વૈકલ્પિક)

પાવભાજી મસાલો – 2 થી 3 ચમચી

લાલ મરચું પાવડર – 1 ચમચી

હળદર – ½ ચમચી

મીઠું – સ્વાદ અનુસાર

માખણ – 2 થી 3 ચમચી

તેલ – 1 ચમચી

લીંબુનો રસ – 1 ચમચી

કોથમીર – થોડું (સજાવટ માટે)

પાવ માટે:

પાવ – 8

માખણ – 2 થી 3 ચમચી

થોડી કોથમીર

બનાવવાની રીત:

ભાજી તૈયાર કરવી:

1. સૌપ્રથમ બટેટા, ગાજર, ફૂલકોબી અને વટાણા ઉકાળી લો.

2. એક પેનમાં માખણ અને થોડું તેલ ગરમ કરો

3. તેમાં ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી શેકો.

4. હવે આદુ-લસણ પેસ્ટ અને લીલો મરચું ઉમેરો.

5. પછી શિમલા મરચા અને ટામેટાં ઉમેરો, નરમ થાય ત્યાં સુધી શેકો.

6. હવે હળદર, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો.

7. ઉકાળેલી ભાજી (બટેટા, ગાજર, ફૂલકોબી, વટાણા) ઉમેરો અને મેશરથી સારી રીતે મેશ કરી લો.

8. જરૂર પ્રમાણે પાણી ઉમેરો જેથી ભાજી થોડી પાતળી થાય.

9. મીઠું ઉમેરો અને 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

10. અંતમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરો.

પાવ તૈયાર કરવો:

1. તવો ગરમ કરો, તેમાં થોડું માખણ મુકો.

2. પાવને મધ્યથી કાપી લો અને બન્ને બાજુ માખણ લગાવી તવામાં સેકી લો.

સર્વિંગ:

ગરમ ભાજી ઉપર માખણ નો એક ટુકડો મૂકો, કોથમીરથી સજાવો, બાજુમાં માખણમાં સેકેલા પાવ, કાપેલા ડુંગળી અને લીંબુના ટુકડા સાથે સર્વ કરો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ