વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તંદુરસ્તી આપણા હાથમાં


આર્ટિકલ : પ્રોટીન નું મહત્વ 

લેખક : રુપાલી દવે.


આપણા શરીર માં “પ્રોટીન” નામક પોષકતત્વ નું ખાસ પ્રમાણ હોવું અત્યંત આવશ્યક હોય છે. સામન્ય રીતે પુખ્ત વય ની વ્યક્તિ ના વજન ના પ્રતિ કિલોગ્રામ દીઠ ૦.૮ થી ૧ ગ્રામ પ્રોટીન લેવું અત્યંત જરૂરી હોય છે,કેમ? શરીર ની અંદર ની જાળવણી અને સમારકામ થી લઈને ત્વચા,વાળ,હાડકા,સ્નાયુઓ ની મજબૂતી અને કોષો ના નિર્માણ નું કાર્ય પોષક તત્વ પ્રોટીન કરે છે જે અમુક એમિનો એસિડ થી બનેલું હોય છે. જો નિયમિત વજન ને આધારિત પ્રોટીન ની માત્રા લેવામાં ન આવે તો એકએક શરીર ની અંદર સમસ્યા શરૂ થવા લાગે છે.સબંધી ને લીવર સોયરસીસ ની સમસ્યા થતા એની ટ્રીટમેન્ટ માટે સ્પેશિયલિસ્ટ ને મળવાનું થયું ત્યારે એમણે સમજાવ્યું હતું કે નિયમિત માત્રા મા પ્રોટીન ન લેવાય તો માણસ ની ઉંમર વધતા શરીર ની બહાર ના ત્વચા,વાળ,આંખ વગેરે ખરાબ થાય છે એમજ અંદર ના અવયવો પણ નબળા પડવા લાગે.ભલે વધારે વજન ને લીધે માણસ બહાર થી હેલ્ધી લાગતો હોય પણ શરીર માં પ્રોટીન ની ઉણપ થતા જ સૌ પ્રથમ લિવર નબળું પડવા લાગે છે. દારૂ ના સેવન કરતા પણ વધારે “પ્રોટીન” ની ઉણપ થી જલ્દી લિવર નબળું પડવા લાગે છે.લીવર એ આખા શરીર ની જાદુઈ ચાવી સમાન હોય છે લીવર ફંક્શન કરતું બંધ થાય એ બાદ પાચન તંત્ર થી લઈને ધીમે ધીમે બધા અવયવો બંધ થવા લાગે છે. 


માનવ શરીર ની અંદર મોટું આશ્ચર્ય એ છે કે એક કીડની ખરાબ થયા બાદ બીજી કીડની થી લાઇફ ટાઇમ જીવી શકાય છે,આંતરડા ની સમસ્યા માં કે અન્ય અંગ ની સમસ્યા માં “સર્જરી”  ઉપાય છે. શરીરનુ મુખ્ય અંગ લિવર એક જ હોવાથી લીવર ની તંદુરસ્તી જાળવવી અત્યંત આવશ્યક સમજો.જ્યારે શરીર નું મુખ્ય અંગ લિવર નબળું પડવાની શરૂઆત થાય છે ત્યારે આંતરડા માં બ્લિડિંગ થી લઈને પેટ માં પાણી ભરાઈ જવું વગેરે વગેરે અનેક સમસ્યા થતી હોય છે. લિવર ની સમસ્યા બાદ એના માટેની ટ્રીટમેન્ટ અત્યંત પેઇનફૂલ હોય છે એટલે લીવર ની તંદુરસ્તી માટે શરીર નું ખાસ પોષકતત્વ પ્રોટીન વાળા ફૂડ નો ઉપયોગ દૈનિક ભોજન માં વધારો. 


પ્રોટીન નું શરીર માં મહત્વ : 


૧,પ્રોટીન એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરીને શરીર ને વાયરસ ના ચેપ,બેક્ટેરિયા અને હાનિકારક તત્વો થી બચાવે છે.


૨ સામન્ય માણસ ના શરીર માં હીમોગ્લોબિન નું પ્રમાણ પુરુષ માં ૧૩.૫ થી ૧૭.૫ ગ્રામ પ્રતિ ડેસીલિટર અને સ્ત્રીઓમાં ૧૨.૦ થી ૧૫.૫ ગ્રામ પ્રતિ ડેસીલિટર હોવું જરૂરી હોય છે. હીમોગ્લોબિન એ એક પ્રકાર નું પ્રોટીન જ હોય છે જે શરીર ના ખૂણે ખૂણે ઓક્સિજન પહોચાડવા નું કામ કરે છે.


૩ શરીર ની અંદર ઉપલબ્ધ ઘણા ઉત્સેચકો એ પ્રોટીન ના બનેલા હોય છે જે શરીર ના હોર્મોન્સ ના નિયમન ની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


૪  શરીર માં કાર્બોહાઈડ્રેડ ની ઊણપ સર્જતા વિક્નેસ જેવી સમસ્યા થાય છે ત્યારે શરીર ને પ્રોટીન ઊર્જા પૂરી પાડતું હોય છે. 


૫ ઘણીવાર બાળક ને પૂરતું પ્રોટીન શરીર માં મળતું ન હોવાના લીધે એની વૃદ્ધિ ધીમી થતી જોવા મળે છે. ખાસ કરીને મજબૂત હાડકા ને કેલ્શિયમ સાથે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ની આવશ્યકતા વધારે હોય છે. આ કારણોસર નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકો એ નિયમિત પ્રોટીન થી ભરપુર ખોરાક નો ઉપયોગ વધારવો જોઈએ.



ભારત કરતા વિદેશ માં વસ્તા લોકો દિવસ માં દારૂ નું સેવન વધારે કરતા હોવા છતાંય ત્યાંના લોકો ને લીવર ની સમસ્યા ખાસ થતી નથી.વિદેશ માં  ૭૦ વર્ષ ની ઉંમરે પણ લોકો ચુસ્ત, દુરસ્ત અને એકદમ ફિટ દેખાતા હોય છે એની પાછળ નું મુખ્ય કારણ એના દૈનિક ભોજન ની અંદર પ્રોટીન ની માત્રા પર્યાપ્ત પ્રમાણ માં લેવાય છે. વિદેશ માં નિયમિત સવાર ના બ્રેકફાસ્ટ માં “બાફેલા ઈંડા” લેવાતા હોય છે ઈંડા ને પ્રોટીન નો ભંડાર માનવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત સવારે બાફેલા ઈંડા ખાતા હોય એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેતું હોય છે. અમારા સબંધી ને લિવર ની સમસ્યા થઈ ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે બાફેલા ઈંડા એ લિવર ની બેસ્ટ દવા છે નિયમિત સવારે ત્રણ ઈંડા નાસ્તા માં લેવાનું શરૂ કરશો તો ઓટોમેટિક લિવર પૂર્ણવત કામ કરવા લાગશે. સબંધી ચુસ્ત હિન્દુ ધર્મ નું પાલન કરતા હતા એટલે  ડોક્ટર ની સલાહ ને અવગણી હતી. 


ચાલો આપણે જાણીએ ઈંડા સહિત પ્રોટીન ના ઉતમ સ્ત્રોત વિશે :


સમગ્ર વિશ્વ માં વસ્તા લોકોની વેજ અને નોન વેજ એમ બે મુખ્ય ફૂડ હેબિટ જોવા મળશે છે. નોન વેજ ફૂડ ઈંડા,માછલી, મટન,ચિકન,સીફૂડ વગેરે માં પ્રોટીન પોષકતત્વ ભરપૂર માત્રા ઉપલબ્ધ હોય છે.સમગ્ર વિશ્વ ના ૮૦% લોકો નોન વેજિટેરિયન છે એટલે વેજ ફૂડ નો વિકલ્પ અમુક દેશ સિવાઈ ખાસ ક્યાંય મળતો નથી. ભારત માં નોન વેજ કરતા વેજ ફૂડ ખાનારા ની સંખ્યા વધારે છે એનો અર્થ એ નથી કે વેજિટેરિયન ફુડ પ્રોટીન પોષકતત્વ ધરાવતા નથી. ઈંડા ની વેજ ફૂડ માં ગણતરી થતી હોવાથી યુપી,બિહાર, ગુજરાત,મહારાષ્ટ્ર વગેરે  સ્ટેટ માં ઈંડા ને સવાર ના નાસ્તા નો બેસ્ટ વિકલ્પ માન્યો છે. ફૂડ સોયાબીન, સોયા ચકસ,અંકુરિત કઠોળ,વિવિધ પ્રકાર ની દાળ, ડેરી પ્રોડક્ટ,પનીર,ટોફુ અને કઠોળ,શાક, દહીં,મગફળી વગેરે શાકાહારી ખોરાક માં પણ નોન વેજ ફૂડ ની સરખામણી માં પ્રોટીન પોષકતત્વ થી ભરપૂર હોય છે. 


શાકાહારી ખોરાક માં ઉપલબ્ધ પ્રોટીન ની માત્રા :


એક બાફેલા ઈંડા માંથી ૬ થી ૭ ગ્રામ ઊચ્ચ ગુણવતા ધરાવતું પ્રોટીન મળે છે જ્યારે જરદી નામે ઓળખતા ઈંડા ના પીળા રંગના ભાગમાં ૨.૭ ગ્રામ પ્રોટીન હોય છે. વેજીટેરિટન ફૂડ માં સોયાબીન  ને પ્રોટીન નો બેસ્ટ સ્રોત માનવામાં આવે છે.જે  અન્ય વેજ ફૂડ કરતા સૌથી વધારે ૨૮ ગ્રામ પ્રોટીન પ્રતિ કપ હોય છે.વેજ ફૂડ માં બાળકો અને યુવાનો નું ખાસ m ખાસ ૧૦૦ગ્રામ પનીર માંથી ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન મળે છે.પનીર ને પણ પ્રોટીન નો બેસ્ટ સ્રોત માનવામાં આવે છે એટલે તો એબોડિટી ની સમસ્યા ધરાવતા લોકો પનીર ડાયટ વધારે પસંદ કરતા હોય છે. સોયાબીન માંથી બનતા ૧૦૦ ગ્રામ ટોફુ માંથી ૧૯ પ્રોટીન મળે છે આ કારણોસર નિયમિત સેલિબ્રિટીઓની પ્રોટીન થી ભરપુર બ્રેકફાસ્ટ પ્લેટ માં ટોફુ નો સમાવેશ થાય છે. બ્રાકોલી માં ૨.૮ ગ્રામ પ્રોટીન અને ફ્લાવર માં ૧.૨ ગ્રામ પ્રોટીન નું પ્રમાણ ઉપલબ્ધ હોય છે.  


“સવાર નું ભોજન રાજા જેવું બપોર નું પ્રજા જેવું અને રાત નું ભોજન ભિખારી જેવું”


આ ગુજરાતી કહેવત ખૂબ જૂની છે પણ એનું કારણ એ છે કે રાતે જમ્યા બાદ સવારે પેટ ખાલી થઇ જતા પૌષ્ટિક આહાર લેવાથી શરીર તંદુરસ્ત અને આરોગ્ય પ્રદ રહે છે.

બ્રેક ફાસ્ટ ની પ્લેટ :

૧ કપ બાફેલા સોયાબીન,૧ કપ અંકુરિત કઠોળ,સોયા ચકસ, બાફેલા બે ઈંડા,ટોફુ, બાફેલ બ્રોકોલી,ફૂટ ડિશ, સ્ટફ પનીર,દૂધ નો ગ્લાસ. 


હેલ્ધી બ્રેક ફાસ્ટ થી સવાર તો દિવસ તાજગીપૂર્ણ..






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ