વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મમતા


મમતા એટલે એક દિવ્ય અનુભૂતિ
મમતા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ જીવનની સૌથી સુંદર અને પવિત્ર લાગણી છે. એ એવી અનુભૂતિ છે, જેને શબ્દોમાં પૂરેપૂરી રીતે વ્યક્ત કરવી મુશ્કેલ છે. મમતા એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે, જેમાં સ્વાર્થનો લેશ પણ નથી. આ લાગણી એટલી શક્તિશાળી છે કે તેના માટે ખુદ ઈશ્વરે પણ ધરતી પર અવતાર લીધો હતો.
જન્મ ભલે દેવકીએ આપ્યો, પરંતુ મમતાનો સાચો સ્પર્શ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ યશોદાનો લાલ બની ગયો. આ ઘટના આપણને શીખવે છે કે મમતા માત્ર લોહીના સંબંધોમાં જ બંધાયેલી નથી, પરંતુ એ હૃદયના સ્નેહ અને લાગણીમાં વસે છે. જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ હોય, ત્યાં મમતા સ્વયં જન્મે છે.
પ્રકૃતિ પણ મમતાનું એક જીવંત ઉદાહરણ છે. પંખી પોતાના બચ્ચાને ચાંચમાં દાણા લઈ ખવડાવે છે, ગાય પોતાના વાછરડાને ચાટીને પ્રેમ વ્યક્ત કરે છે, વૃક્ષો નિઃસ્વાર્થ રીતે ફળ અને છાંયો આપે છે,આ બધું મમતાની જ અભિવ્યક્તિ છે. મમતા એ દરેક જીવમાં રહેલી એવી લાગણી છે, જે તેને બીજાના દુઃખને સમજવાની અને સહાનુભૂતિ વ્યક્ત કરવાની શક્તિ આપે છે.
જો ઈશ્વરે મનુષ્યને મમતાની આ અનમોલ ભેટ ન આપી હોત, તો આ ધરતી ખરેખર સૂકા રણ જેવી નિર્જીવ બની ગઈ હોત. જીવનમાં પ્રેમ, કરુણા અને સંવેદના બધા મમતાના જ રૂપ છે. મમતા વિના જીવનમાં ન તો ઉષ્ણતા રહે, ન તો સંબંધોની ગાઢતા રહે.
મમતા આપણને જોડે છે, સંભાળે છે અને જીવનને અર્થ આપે છે. એ માતાના હૃદયમાં વસતી એક એવી શક્તિ છે, જે સંતાન માટે કોઈ પણ ત્યાગ કરવા તૈયાર રહે છે. પરંતુ મમતા માત્ર માતા સુધી મર્યાદિત નથી,એ દરેક વ્યક્તિમાં રહેલી છે, જે બીજાના સુખ-દુઃખમાં સહભાગી બને છે.
અંતમાં કહી શકાય કે મમતા એ ઈશ્વરની સૌથી સુંદર કૃતિ છે. એ જીવનમાં પ્રેમનો દીવો પ્રગટાવે છે અને આપણને સાચા અર્થમાં “મનુષ્ય” બનાવે છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ