વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય



સમય ના પગલા સાથે જીવનનાં વળાંકો બદલાતા જાય છે,
પણ અગત્યનું છે સમયની સાથે ચાલવું,
બદલાતા સમય સાથે બદલાવવુ
કારણ કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી.

તમે તમારી સ્થિતિ મુજબ સમયને રોકી નથી શકતા;
સમય તો આગળ વધે જ છે.
અને એ આગળ વધતા સમયની સાથે ચાલવું પડે,
જીવનમાં આવતા અલગ-અલગ વળાંકોને સ્વીકારવા પડે.

ઘણી વાર એવું બને કે એ વળાંકો દુઃખદ પણ હોય,
અને ક્યારેક આનંદથી ભરેલા પણ.
પણ દરેક વળાંક પાછળ કોઈ ને કોઈ શીખ છુપાયેલી હોય છે.
જીવનનાં આ અનુભવ જ આપણું વ્યક્તિત્વ ગઢે છે,
અપણા વિચારોને પરિપક્વ બનાવે છે,
અને આપણને વધુ મજબૂત બનાવી જાય છે.

સમય સાથે ચાલવા માટે મનને પણ વહેતું રાખવું પડે,
કારણ કે જડતા જીવનને થંભાવી દે છે,
જ્યારે પરિવર્તન જીવનને નવી દિશા આપે છે.

ક્યારેક જીવન આપણને એવા માર્ગ પર લઈ જાય છે
જેની કલ્પના પણ આપણે ના કરી હોય;
પણ એ જ માર્ગો પર ચાલતાં ચાલતાં
અપણે પોતાને વધુ સારી રીતે જાણીએ છીએ.

સમય આપણી પાસેથી ઘણું છીનવી લે છે,
પણ એક સાથે ઘણું આપી પણ જાય છે,
સમજ, અનુભવો, પરિપક્વતા અને નવી શક્તિઓ.
આપણે ફક્ત એટલું કરવાનું છે
કે સમય જે શીખવાડે તે સ્વીકારીને
ખુલા હૃદયથી આગળ વધવું.

પરિસ્થિતિઓ બદલાય, લોકો બદલાય,
ભાવનાઓ બદલાય, અને આપણું જીવન પણ બદલાય,
પણ એ બદલાવમાં જિંદગીની સુંદરતા છે.
સમયની સાથે આગળ વધવું એ હિંમત છે,
અને દરેક વળાંકને સ્વીકારવું એ પરિપક્વતા.

આખરે, જીવન એ એક મુસાફરી છે,
અને સમય એ એની દિશા બતાવનાર દિશાસૂચક.
જે સમયની સાથે બદલાય છે,
તે જ સાચા અર્થમાં જીવન જીવે છે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ