વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંકલ્પ



“સંકલ્પ” માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનને દિશા આપતું શક્તિશાળી બળ છે. સંકલ્પ એટલે મનમાં કરેલું એવું દૃઢ નિશ્ચય, જે આપણને મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધવા પ્રેરણા આપે છે.

જીવનમાં ઘણીવાર પરિસ્થિતિઓ આપણાં વિરુદ્ધ જાય છે, માર્ગ કઠિન બને છે, અને મન ડગમગાવા લાગે છે. પણ જ્યાં સંકલ્પ મજબૂત હોય, ત્યાં હારને પણ જીતમાં ફેરવવાની શક્તિ જન્મે છે. સંકલ્પ એ એવી દીવા જેવી રોશની છે, જે અંધકારમાં પણ રસ્તો બતાવે છે.

સંકલ્પ વગરનું જીવન દિશા વિહિન નાવ જેવુ છે, જે ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ભટકતી રહે છે. પરંતુ સંકલ્પ સાથેનું જીવન સ્પષ્ટ લક્ષ્ય ધરાવે છે. તે આપણને શિસ્ત, મહેનત અને ધીરજ શીખવે છે.

સાચો સંકલ્પ એ હોય છે, જે માત્ર બોલવામાં નહીં, પણ કર્મમાં દેખાય. દરરોજ નાના પગલાં ભરીને, સતત પ્રયત્ન કરીને અને હાર ન માનીને, આપણે આપણા સંકલ્પને સાકાર કરી શકીએ છીએ.

અંતમાં એટલું જ કહું કે 

“મજબૂત સંકલ્પ હોય તો મુશ્કેલીઓ રસ્તો રોકી શકતી નથી, પરંતુ સફળતાની સીડીઓ બની જાય છે.”


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ