વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્જન



સર્જન એ એક એવી અદ્ભુત પ્રક્રિયા છે, જે સજીવ અને નિર્જીવ બન્ને દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પૃથ્વી પર નજર કરીએ તો પ્રકૃતિનું સર્જન આપણને ચોતરફ દેખાય છે. ઉગતા સૂર્યની કિરણો, પવનમાં લહેરાતા વૃક્ષો, ખીલતા ફૂલો અને વહેતી નદીઓ,આ બધું જાણે કોઈ અજોડ સર્જનશીલ શક્તિનું પ્રતિબિંબ લાગે છે. ત્યારે મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આ માત્ર પ્રકૃતિનું સર્જન છે કે સજીવ જીવનનો પણ તેમાં કોઈ અંશ છે?

પરંતુ એ જ સજીવ જ્યારે પોતાના વિચાર, ભાવનાઓ અને અનુભવોને અભિવ્યક્ત કરે છે, ત્યારે તે પણ અદભૂત સર્જન કરી શકે છે. કવિ કવિતા લખે, લેખક વાર્તા રચે, ચિત્રકાર કેન્વાસ પર રંગો ભરે કે સંગીતકાર સ્વરોની માળા ગૂંથે,આ બધું માનવના સર્જનાત્મક સ્વભાવનું પ્રતિબિંબ છે.

આ રીતે જોવું જઈએ તો સર્જન માત્ર પ્રકૃતિ સુધી સીમિત નથી, પરંતુ મનુષ્યના વિચારો અને ભાવનાઓ દ્વારા પણ પૃથ્વી પર અદ્ભુત સૌંદર્ય અને નવીનતા ઉમેરાય છે. તેથી કહી શકાય કે સર્જન એ જીવનની એક એવી શક્તિ છે, જે વિશ્વને સતત નવી રીતે સજાવતી અને સમૃદ્ધ બનાવતી રહે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ