વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા ગયા પછી..!

અમુક વાર કોઈ કારણ વગર જ ઉદાસ થઈ જવાય છે ખબર નહીં તારી યાદ આવે છે કે પછી તારા વગર રહી નથી શકાતું. આમ તો આખો દિવસ હસતો મજાક મસ્તી કરતો હોવું છું પણ અમુક વાર ખબર નહીં તારી કમી રહી જાય છે શું કમી રહી જાય છે એ નથી ખબર પડતી. બસ વાત કરતાં કરતાં તારા વિચારો માં ખોવાઈ જવું છું કોઈ પૂછે શું થયું?? તો કંઈ નહીં ખબર નહીં બસ આવા જ કંઈક જવાબ આપું છું. અમુક વાર અડધી રાતે જાગી જવાય છે તો અમુક વાર આખી રાત ઉંધ જ નથી આવતી. આમ તો ઘણા મિત્રો છે પણ અમુક વાર ખબર નહીં પણ બહું એકલું એકલું લાગે તારા વગર.. હા તારા ગયા પછી ઘણુ બધુ બદલાઈ ગયુ છે..!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ