વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું ખોટ હતી?

શબ્દાંકન - રિદ્ધિ પટેલ ©


એ ચહેરાની સાદગીમાં શું ખોટ હતી કે,

આપણે મેકઅપથી પોતાની જાતને જ ઠગતા થયાં?


એ જીવંત હસતાં માનવીમાં શું ખોટ હતી કે,

આપણે ફેસબુકની શુષ્ક મિત્રતા માટે ચિંતાતૂર થયાં?


એ સંબંધોની લાગણીઓમાં શું ખોટ હતી કે,

આપણે ટીકટોક પર વ્યર્થ અભિવ્યક્તિ કરતાં થયાં?


એ ગામના ચોરે થતી વાતોમાં શું ખોટ હતી કે,

આપણે કોફી શોપના ઘોંઘાટમાં ભ્રમિત થયાં?


એ લીલા ખેતરોના સૌંદર્યમાં શું ખોટ હતી કે,

આપણે કોંક્રિટના જંગલોની જાહોજલાલીમાં ગુમ થયાં?


એ દરિયાની ખારાશમાં શું ખોટ હતી કે,

આપણે ક્લોરિન વાળા સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયાં?


એ વડના છાંયડે મળતી ટાઢકમાં શું ખોટ હતી કે,

આપણે એ.સી. રૂમના બંધનમાં કેદ થયાં?


એ ગામડાંની તાજી હવામાં શું ખોટ હતી કે,

આપણે પેટ્રોલના ધુમાડાં ફેફસામાં ભરતા થયાં?


એ સ્વયંની ખોજમાં મળતા સુખમાં શું ખોટ હતી કે,

આપણે ભૌતિક સુખના મોહથી છળી ગયા?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ