હું તો છું કણ કણમાં...
WORDS - RIDDHI PATEL ©
PHOTOGRAPY- URVISH SONI
PHOTO EDIT - NITESH MISTRY
હું તો છું કણ કણમાં..
કાં પૂજે મને પથ્થરની મૂરતમાં?
તારી મોજ માટે સર્જે છે તું,
પથ્થરની એ મૂરતને.
અરે મૂરખ..
ખોજ કર.. સાચી
તો પામીશ મને તારી સૂરતમાં.
હું તો છું કણ કણમાં..
તારી આસ્થામાં જીવું છું હું,
મારું સ્થાપન કર તારા અંતરમાં.
અરે મુરખ..
વિસર્જન કર આડંબરનું,
તો પામીશ સત્યને તારી જ ફિતરતમાં.
હું તો છું કણ કણમાં..
પ્રકૃતિમાં જ વસું છું હું,
જતન કર તેનું તારા વતનમાં.
અરે મુરખ..
બંધ કર...ન કર દૂષિત
તો પામીશ તારા મોક્ષને એ જ કુદરતમાં.
હું તો છું કણ કણમાં..
