વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છળ


ના સમજ માનતા  હોય છે જ્ઞાનથી,

છળ  ઈરાદા  ઘડાયા  છે  ઈમાનથી,


ક્યાંક  ભૂલી  ને જતું  કરો   પ્રેમથી,

કૈ 'ક   ભૂલો  રહી  જાય  નાદાનથી,


ખાસ લાવ્યાં, હતા તે લઈ લીધું છે

ઝૂંટવી   લાવજો   પાછું  શેતાનથી,

ક્યાંક મોટા થઈને આપશે જાત સુખ,

મા  પિતા  આશ રાખી છે  સંતાનથી,


દર્દ   રાખી  અમે   ગીત  ગાતા રહ્યાં

રાગ  સૂનાં   પડી ગ્યાં  હવે  ગાનથી,


ને   જવાબી  રહીશું બધા પ્રશ્ન પણ,

સામનો  કરશું  સામો  હવે  શાનથી,


છળ કરે  એમને પણ સુખી રાખજો,

એક  આશા  લઈ રાખું  ભગવાનથી,


@વિજય પ્રજાપતિ 'વમળ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ