વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરાં તું મને...

ઉડવું છે આજે ખુબ જ ઉધ્ધર મારે 

જરાં તું મને થોડું આસમાન તો આપ 


ચુમવું છે આ પ્રકૃતિ ની ખુબસુરતી ને 

જરાં તું મને થોડી વાર પાંખ તો આપ 



સજાવું છે આ માથે બીજાના નામ નું સિંદૂર ને 

જરાં તું મને સુંદરતા માં વધારે એવા કેશ તો આપ


દેખવું છે આ દુનિયાના નાના નાના જીવ ને 

જરાં તું મને ચહેરે સુશોભીત નેત્ર તો આપ


ચાખવું છે આ ખટમીઠ્ઠા અનેરા સ્વાદ ને

જરાં તું મને આ સ્વાદની ઇન્દ્રિય તો આપ


સુંઘવું છે આ રંગબેરંગી ફૂલો ની ગુલિસ્તાન  ને

જરાં તું મને પારખવાની ઘ઼ાણિન્દ઼િય તો આપ


સમજવુ છે આ દુનિયાની લીલાઓ ને 

જરાં તું મને શ્વાસ લેવાનો મોકો તો આપ


સાંભળવું છે આ કિલ્લોલ, સુર, કલરવ ધ્વનિ ને 

જરાં તું મને સુંદરતા ને સંપૂર્ણ કરે એવા કર્ણ તો આપ


ડરવું છે આ દુનિયાના કર્મ, ફળ નિયમ  ને 

જરાં તું મને દેહ રૂપી સુંદર આત્મા તો આપ


નમવું છે આ પ્રેમ ભરી લાગણીઓ ને 

જરાં તું મને આ દેહમાં હૃદય તો આપ


ભરવું છે આ સ્વપ્ન ની દુનિયામાં નવા રંગ ને 

જરાં તું મને રાત્રે આરામદાયક નિદ્રા તો આપ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ