વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બૅન્ક એકાઉન્ટ

દિલ બેંકમાં એકાઉન્ટ ખોલાવું તારા નામનું,

પૈસા હોય કે ન હોય વ્યાજ બમણું મારી સનમનું...


જો કરે એક ફોન તો થાય નેટ બેન્કિંગ,

વાત કરે લાંબી તો મળે પાસવર્ડ સપોર્ટીંગ,

ટ્રાન્સફરના ચક્કરમાં રાખશું ધ્યાન મનનું,

પૈસા હોય કે ન હોય...


પ્રેમની પાસબુક આપી છે પ્રિન્ટ કરાવતા રહેજો,

બેલેન્સનું ધ્યાન એમાં જરા તમે રાખતા રહેજો,

સ્ટેટમેન્ટ આપીશ રહેશે લખાણ મારા કલમનું,

પૈસા હોય કે ન હોય...


એટીએમથી પ્રેમ મારો ગમે ત્યાં પામીશ,

પાસવર્ડ રૂપી યાદોને બંધ કવરમાં આપીશ,

એમાં બેલેન્સ હશે એકમેકના તનમનનું,

પૈસા હોય કે ન હોય...


એફડી કરી દઉં વગર પૈસે મારા પ્રેમની,

મુદત સુધી બંધાઈશ તો મળશે છે સફર જિંદગીની,

બંધ કવરમાં 'વંતુ' વ્યાજ છે આપણા જીવનનું,

પૈસા હોય કે ન હોય...


- Tushar Jethava 'વંતુ' (સાવરકુંડલા, અમરેલી)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ