મેહુલિયો...
ટીપે ટીપે વરસે છે પાણી,
મન-મેહુલિયો ગાય રે,
કોયલ બોલે કુહૂ કુહૂ ને,
ચકલી ચી ચી ગાય રે...
ભીની માટી સોડમ રેલાવે,
મનડાં મોહી જાય રે,
સ્વચ્છ હવાની મોજ પ્યારી,
નવસર્જન નજરે માય રે...
આવ મેહુલિયા મારા આંગણ,
બાલુડા મલકાય રે,
તારી વાટ જોવાતી તારી અહીંયા,
ખેડૂતની આંખો મંડાય રે...
ધરતી લીલીછમ બને છે ને,
પશુ પંખી હરખાય રે,
આવ મેહુલિયા જોને તારી
સૌ રાહ જોતા જાય રે...
મેઘ - મેધા પંડ્યા..
