વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈશ્વર

The God  

ગરીબીનો ચિતાર જોઈ લે તું "ઈશ્વર",

અમીરીનો વ્યવહાર જોઈ લે તું ઈશ્વર.


માનવની  પશુતા જોઇ લે તું ઈશ્વર,

કામલોલુપ માનવ જોઈ લે તું ઈશ્વર.


લોહી ભક્ષક માનવ જોઈ લે તું ઈશ્વર,

માનવનો નરસંહાર જોઈ લે તું ઈશ્વર.


ધર્મના નામે ધતિંગ જોઇ લે તું ઈશ્વર,

અધર્મી બનેલો માનવ જોઈ લે તું ઈશ્વર.


માનવતા નો પરિહાસ જોઈ લે તું ઈશ્વર,

માનવીય પાશવી અત્યાચારો જોઈ લે તું ઈશ્વર.


ધરતી પર વધ્યા રાક્ષસો જોઈ લે તું ઈશ્વર,

મૂર્ત બની ન બેસ  મંદિરોમાં, સજીવ બની જોઈ લે તું ઈશ્વર.

-jd સ્મિત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ