વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્મડોળ

ચડસાચડસી રે જોને થઈ છે આ જગમાં,

દુનિયા બંધાણી ઓલ્યા નાનકડા મગમાં.


સૌ કોઈ જુએ છે કરી આંખે કાન આડા,

રંધાય 'રી જાય એમાં જોને બે ચાર ગાંઠા.


અંતરનો રામ ક્યારનોએ છૂટી રે ગયો,

જ્યારે મુખવટો બસ બાંધીને બેસી એ રહ્યો.


ચકાચોંધ સાહ્યબીમાં ડૂબી થયો તરબતોળ,

હાંકલ નકારી એ તો બન્યો એવો "કર્મડોળ."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ