યાદ આવી ને મને કહી ગઈ
યાદ પાછી આવી ને મને કહી ગઈ
મિલન મુલાકાતનું નું અધૂરું સપનું કહી ગઈ
કેટલાય વાયદાઓ કર્યા હતા આવીને કહી ગઈ
કુદરત ને શું મંજૂર હતું ખબર નહીંને કહી ગ
વરસાદી માહોલ માં પાછી યાદ તાજી થઈ ગઈ.
સમી સાંજે મારા વિચાર માં રમી ગઈ
યાદ તારી મારી પાસે હજી અકબંધ છે
જાણે આંખ સામે આવી ને કહી ગઈ
કોયલ ટહુકે ભરબપ્પોરે ને વાતા મીઠા વાયરા સાથે આવી
ગઈ...
મોર ટહુકા કરતો કહેતો જાય જાણે હમણાં કોઈની યાદ ની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલાવતો જાય ...
એકલતા સાથે આજે ફરી મે યાદ ને યાદ કરી માણી લીધી આજ ...
ચૈતાલી શાહ....
