વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રક્ષા બંધન

*રક્ષાબંધન* ( પસલી )


સપ્તર્ષિના તારા સાત ,લઈ આવું પસલી ની સંગાથ,

બેન ને ભાઈનો સાથ, જીવન જમુના ગંગા ઘાટ.


ઋણાબંધનાં દોરાથી એક બીજાને બાંધીએ આજ

મનની કાંચબારીમા જોઇ છબીમાં બચ્પણનાં સંગાથ.


વાદળની વેલને ફૂટ્યા ફૂલડાં રજનીના રંગનો સાથ

ચક્ષુના હિંડોળા લઈ બેઠી બેન ભાઈની જુવે વાટ


સુરના આલાપમાં ભાઈનો સંભળાતો ઘડીકમાં પ્રેમનો અણસાર,

રોમરોમ વરસે પસલીએ શક્તિના સાગર સાત


મળીયે શ્વાસે શ્વાસે , છુટ્ટા પડીએ બે ઘડીએ,

જીવતર ગંગા ના પૂર સમુ, ઉડ્યા પ્રેમના અબીલ ગુલાલ,

મળીશું ફરી ફરી આ જીવન ઘાટે, ભાઈ બહેનના દિવ્ય સંબંધ દિગદિગન્તે..


~ *બીજલ જગડ*

    મુંબઈ , ઘાટકોપર 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ