કારગિલ વિજય દિવસ
શહીદની શહાદત અને દેશની અમાનત છે આ સૈનિક..
યાદ આવે ભલે એક દી પણ કારગિલનું સ્વમાન છે આ સૈનિક..
અજય હોય સૌરવ હોય કે આરીફ..
ભારતની માટીની સુગંધને બરકરાર રાખે છે આ સૈનિક..
યાદ કરતા હોઇશુ કદાચ આપણે આજનો દિવસ..
પણ દરેક દિવસ ભુલાવી હંમેશ ઉજવે જે ભારત માટે દિવસ..
એ છે આ સૈનિક..
ઉરી હોય પુલવામા હોય કે કારગિલ..
નાપાક ને આતંક ભુલાવે એ છે આ સૈનિક..
પ્રેમ કરતા રહ્યા આપણે મતલબી પ્રેમને..
દેશપ્રેમ માટે પોતાના બિનમતલબી પ્રેમને પણ ભુલાવે એ છે આ સૈનિક..
જીવી લીધું મોજ મજા કરીને ભારતમા તારા ખોળામાં..
પણ જેણે તારું કરજ ચુકવ્યું કસુંબનાં ખૂનથી.. એ છે તારો હાવજ..
હા વહે છે જેના નસેનસ માં ઈન્કલાબ.. એ છે આ સૈનિક..
:- સાર્થક પારેખ sp "દબદબો"
