વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું આ શું કરી રહ્યો છું

અમુક વાર સવાલ થાય છે મનમાં,

કે હું આ શું કરી રહ્યો છું,

સફળ થઈ રહ્યો છું કે જિંદગી બરબાદ કરી રહ્યો છું.



કેવી રીતે આપી શકું જવાબ,

એ વાત નો

હું પણ એજ સવાલમાં અટવાયો છું.



ક્યારેક તેજી તો ક્યારેક 0 પર હોઉં છું,

મંજિલ ના કિનારે છું કે રસ્તા પર આમ જ ભટકું છું.



દોસ્તો છૂટી રહ્યા છે સબંધ તૂટી રહ્યા છે,

સ્વપ્નની દુનિયામાં જાણે એકલો પડી રહ્યો છું.



હાં ગુમ નામ છું,

નામ માટે જ લડી રહ્યો છું.

ચાલતા શીખવ્યું પપ્પા તમે,

હવે ઉડવાની કોશિશ કરી રહ્યો છું.



Writer - ashish panchal

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ