એકવાર દે...
છોડ બધી તકરાર તું પ્રેમનો ટહુકાર દે,
શબ્દો મૂકી કોરાણે આંખોથી એકરાર દે...
વહેંચાય રહ્યો છે પ્રેમ તારી ચોમેર-ચોપાસ,
એકવાર તારા હ્ર્દયમાં તો તેનેે આવકાર દે...
ઈશ્વર તો બેેેઠેલ જ છે તારા હૃદયનાં બારણે,
પ્રવેશવા એને ઉરમાં એકાદ તો ખુલ્લું દ્વાર દે...
તને માાંગવાના કારણો તો ઘણાં છે મારી પાસે-
પણ મને ભૂલવાનું કોઈ કારણ તો એકવાર દે...
સુની પડેલી આ જિંદગીનો બોજ ઉઠાવી રહી,
આ 'તૃપ્તિ'ને હાસ્યનો તો કોઈ શણગાર દે...
