માણસ સારું બનવું એમ સહેલું પણ નથી
માણસ સારું બનવું એમ સહેલું પણ નથી ધણુ બધું જતું કરવાની તૈયારી રાખતા અહી શીખવું જ પડશે ,
ગમે તેવી ખરાબ પરીસ્થિતિ માં પણ મન ને મક્કમ રાખીને મજબુત બનતાં અહી શીખવું જ પડશે ,
શું સાચું ? શું ખોટુ ? આ વિચાર કર્યા વિના બધી વાતો નુ સમાધાન કાઢતા અહી શીખવું જ પડશે,
જરૂરી નથી દરેક પરીસ્થિતિ માં તમે સાચા બની શકશો કેમકે દરેક સિક્કા ની બે બાજુઓ હોઈ એ હકીકત સ્વીકારતા અહી શીખવું જ પડશે,
સમજુ ને સમજાવું નથી પડતું પણ બધું સમજવા છતાં નાસમજ બનતા પણ અહીં શીખવું જ પડશે,
અહંકાર ના કરશો સમય નો આજ તમારો છે તો કાલે બીજા નો થશે બસ ધીરજ રાખતા અહી શીખવું જ પડશે,
કમળ ખીલે છે કાદવ માં પણ કાદવ ની હાજરી પણ ત્યા સ્વીકારતા અહી શીખવું જ પડશે,
માણસ સારું બનવું એમ સહેલું પણ નથી ધણુ બધું જતું કરવાની તૈયારી રાખતા અહી શીખવું જ પડશે...
