અંધારી રાત
અંધારી ઘમઘોર રાત તેમાં તારાઓ ઝગમગે છે વારંવાર
તારાઓમાં તને શોધવા દોડું છું વારંવાર
તારાઓમાં તને પામવા જોઉં છું વારંવાર
ઝગમગતો એક તારો મને કહે છે વારંવાર
મારી સાથે કરી લે ને વાતો વારંવાર
તારા ને તારા સાથે આપી દે ને એક ચુંબન વારંવાર
મળે ઘડી બે ઘડી ફરી કરીશું તારાનું તારા સાથે મિલન વારંવાર
અંધારી ઘમઘોર રાત તેમાં તારાઓ ઝગમગે છે વારંવાર.
