વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ.. છોકરી

એ..છોકરીને જોયા બાદ મન મારુ  ખોવાય છે,

અંતરનાં અણુ અણુમાં પ્રેમની ઝલક  દેખાય છે,


પૂનમના ચાંદ જેવું મુખડું ,અણિયારી આંખોમાં,

પ્રેમનું સરોવર છલકાઈને  પાંપણમાં   રેલાય છે,


પગના ઝાંઝરના,ખનકતી ચૂંડી,હોઠ પરનું સ્મિત

કામળગારા ગાલ,કેશમાં ફુલગજરો  સોહાય છે,


ચટકતી ચાલના ડગલે  ધરતી જાણે ધ્રુજી  ઉઠે,

રૂપ રૂપનો અંબાર, ઢળકતી આ ચૂંદડી ફૂંકાય છે


લાગે છે સ્વર્ગની અપ્સરા,સોળે શણગાર સજી,

"ભાવેશ"ના પ્રેમમાં અનરાધાર પ્રેમ વરસાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ