અસ્તિત્વ
મળી છે તક તો ચાલ કૈંક નવું કરી લઉં!
ખોબો ભરેલી જિંદગીને મન મૂકી માણી લઉં!
હતી થોડીક ક્ષણો કે સમય એવો શૈતાન,
એ બધું વિસરીને કૈંક અનોખું કરી લઉં!
આને, તેને, બધાને સમજવાનું હતું તે સમજી લીધું,
ચાલ થોડીક નવરાશ કાઢી ખુદને સમજી લઉં!
ઘા ઉપર મલમ તો સમય આવ્યે લાગી જાય,
અવગણી એને નવો મુકામ જ સર કરી લઉં!
દર્પણ ચોખ્ખો હોય તો ચહેરો પણ સાફ દેખાય છે,
ચાલ ને ધુંધણાપણાની પણ થોડીક મજા લઈ લઉં!
ખુદને પામવાની પણ અલગ જ મજા છે ‘ઝરણાં’,
તીક્ષ્ણ પહાડોની વચ્ચે ચોખ્ખું ઝરણું વહેતું કરી લઉં!