વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું છું શિક્ષક

હું છું શિક્ષક જયોતિબા

મને શિક્ષણ માં મગ્ન રહેવા દો

હું છું બાળકો ની મને

બાળક સાથે રહેવા દો

કરીશ હું વિદ્યાની ઉન્નતિ

મને શાળા માં રહેવા દો

મારા બાળકો છે મારો અમૂલ્ય ખજાનો

મને તેમાંથી નૂર ગોતવા દો

મારા બાળકો છે મારા બગીચા ના ફુલો

મને મારા ફુલો ખિલવવા દો

મને મારા બગીચામાં મસ્ત રહેવા દો

કોરી પાટી જેવું છે તેના મનનું મોતી

મને તેમાં મરજીવો થઇ મહાલવા દો

મારા બાળકો કરશે નવા યુગનું નિર્માણ

મને તેના ચરણોની કેડી કંડારવા દો

મારો આ કોમળ બગીચો બનશે

એક દિવસ જ્ઞાનનું વટવૃક્ષ

મને તેમાં જ્ઞાનરૂપી ગંગા વહાવા દો

કરશે મારા બાળકો નવનિર્માણ

મને તેનો પાયાનો પથ્થર બનવા દો

બસ મને શિક્ષક બની રહેવા દો

      " બેનામ અકેલા પંછી "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ