વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી



દીકરી વ્હાલનો દરિયો

પણ મારે મન,

દીકરી એટલે લાગણી,

દીકરી એટલે દિલ ની ચાસણી,

દીકરી એટલે શ્વાસ.


દીકરી એટલે લક્ષ્મી નો વાસ,

દીકરી એટલે વિચાર,

દીકરી એટલે પરિવાર,

દીકરી એટલે તહેવાર

દીકરી એટલે વહેવાર.


દીકરી એટલે વસંત,

દીકરી એટલે  સ્પંદન

દીકરી એટલે ઝાકળ,

દીકરી એટલે વાદળ.


દીકરી એટલે કંસાર

દીકરી એટલે સંસાર,

દીકરી એટલે ખારા આંસુ

દીકરી એટલે મીઠું હસવું.


દીકરી એટલે પ્રેમ ની વર્ષા

દીકરી એટલે મન ની હર્ષા,

દીકરી એટલે પ્યાર

દીકરી એટલે વહાલ.


દીકરી એટલે મારું નામ

દીકરી એટલે મારું માન,

દીકરી એટલે મારું બચપણ

દીકરી એટલે મારું સમર્પણ.


દીકરી એટલે મારું પ્રતિબિંબ

દીકરી એટલે મારું મુખારવિંદ

દીકરી એટલે મારી અસ્મિતા

દીકરી એટલે મારી વાસ્તવિકતા.


દીકરી એટલે સંસ્કાર

દીકરી એટલે રણકાર

દીકરી એટલે મલાજો

દીકરી એટલે કાળજાનો કટકો.


.....તોરલ શાહ ગાંધીધામ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ