ભીનું આગમન...
વરસાદી વાયરા સંગ ટપ ટપ બૂંદોનું ભીનું ભીનું આગમન...
પ્રણય રસમાં ભીંજાયેલા તનમનમાં જાગ્યું મઘમઘતું સ્પંદન...!
ભીની માટીની મહેંક સંગ મહેંકી ઉઠ્યા હર શ્વાસોશ્વાસ...
તારી યાદોના આવગમનમાં ચહેંકે કેવો મધુર આ અહેસાસ...!
મેઘાની બુંદ બુંદ સંગ ભીતરના કમાડે થયો કઈંક અનોખો સળવળાટ...
બની સમંદર લાગણીઓનું ઉમટયું ઘોડાપુર કેવો અનેરો આ પ્રીતનો ઝળહળાટ...!
વરસાદી નીર સંગ નયનોના નીરે માઝા મૂકી છેડી અધૂરી દાસ્તાન...
હૈયાની હાટડીમાં કેદ થયેલા શમણાંઓના હાહાકારથી
ધ્રૂજે અંતરમન...!
ઝરમર ઝરમર ફોરાં સંગ ખુદને ઉલેચી ઉલેચી ઝંખું હું થવા તુજમાં એકાકાર...
આસમાનના મેઘધનુષી રંગોમાં નવા તરંગો ભરી થઈ હું તુજ પ્રેમથી તરબતર...!
ગગનના વીજ ચમકારા સંગ હૈયાનો ધબકતો ધબકાર...
ભીની ચૂનર લહેરાઈ એવી કે સુતેલા અરમાનોએ વીંધી મને આરપાર...!
Bhumi joshi
..✍️સ્પંદન
